ETV Bharat / state

ગુજરાતમાં રમકડાનું ઉત્પાદન થશે, સરકારે ચિલ્ડ્રન યુનિવર્સિટીને આપી જવાબદારી - ચિલ્ડ્રન યુનિવર્સિટી Foundation Stone

રાજ્ય સરકારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને રમકડાનું ઉત્પાદન કરવાની જવાબદારી સોંપી છે. જેમાં આજે ચિલ્ડ્રન યુનિવર્સિટીના 13મા સ્થાપના દિવસ નિમિત્તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં યોજાનારા કાર્યક્રમમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી હતી.

ચિલ્ડ્રન યુનિવર્સિટી
ચિલ્ડ્રન યુનિવર્સિટી
author img

By

Published : Aug 1, 2021, 10:17 AM IST

  • વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતની યોજના
  • ગુજરાતમાં રામકડાનું ઉત્પાદન કરાશે
  • સરકારે ચિલ્ડ્રન યુનિવર્સિટીને જવાબદારી સોંપી

ગાંધીનગર : દેશમાં નાના બાળકોને રમવાના રમકડા ચીન અને અન્ય વિદેશી કંપનીઓ દ્વારા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા હોય છે. ત્યારે હવે દેશ રમકડા બજારમાં પણ આત્મનિર્ભર બને તે બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો હતો. તથા દેશમાં જ રમકડા ઉત્પન્ન થાય તે બાબતનું આહવાન કર્યું હતું.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને રમકડાનું ઉત્પાદન કરવાની જવાબદારી સોંપાઇ

રાજ્ય સરકારે પણ આ આવાહનને ઉપાડીને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને રમકડાનું ઉત્પાદન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આજે ચિલ્ડ્રન યુનિવર્સિટીના 13મા સ્થાપના દિવસ નિમિત્તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં યોજાનારા કાર્યક્રમમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

ગિફ્ટ સિટીમાં બનશે અદ્યતન યુનિવર્સિટી

રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીની અંદર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને 30 એકર જેટલી જમીન ફાળવવામાં આવી છે. જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સોફ્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી કેવી બનશે અને અંદર ક્યા પ્રકારની સુવિધા હશે ? તે બાબતથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ યુનિવર્સિટીની અંદર પ્રોડક્શન લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. જેથી આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં જ મોટા પાયે રમકડાંનું ઉત્પાદન કરી શકાય.

આજનું બાળકએ દેશનું આવનારૂં ભવિષ્ય

રાજ્ય શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દેશનું આજનું બાળકએ દેશનું આવનારૂં ભવિષ્ય છે. જેથી દેશને એક સારો વ્યક્તિ મળે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોથી ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટીની મહત્વની જો વાત કરવામાં આવે તો, સમાજને એક સારો નાગરિક, પરિવારને એક સારો વ્યક્તિ મળે તે બાબતે વધુ ધ્યાન આપીને બાળકોમાં કેળવણી સિંચાઈ અને ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને સાચું અને સારૂં જ્ઞાન મળી રહે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચો : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવતી જામનગરની એકમાત્ર હડિયાણા કન્યાશાળા

બાળકને પહેલેથી જ એવી રીતે તૈયાર કરવું જેથી તે આગળ ભવિષ્યમાં એક સારો વ્યક્તિ બને

રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ એસ છે. પોતાના વ્યક્તવ્ય દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, નાના બાળકને પહેલેથી જ એવી રીતે તૈયાર કરવામાં આવે કે, જેથી તે આગળ ભવિષ્યમાં એક સારો વ્યક્તિ બનીને દેશને કામ લાગી શકે. જ્યારે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં 50 ટકાથી વધુ નાગરિક 25 વર્ષની આસપાસના છે.

આ પણ વાંચો : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે

ચિલ્ડ્રન યુનિવર્સિટી Foundation Stone તરીકે પ્રસ્થાપિત કરવી પડશે

જેથી વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે ભારત અત્યારે જાણીતું છે. ત્યારે આ યુવાનો અને બાળકોને જો બરાબર સાચી દિશા પ્રાપ્ત થાય તો તેઓ આવનારા સમયમાં દેશનું નામ રોશન કરી શકે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી એક મહત્વનું Foundation Stone તરીકે પ્રસ્થાપિત કરવી પડશે. આમ, સીટીની પ્રવૃત્તિઓ અને પ્રકલ્પો જોતા જરૂરી તમામ વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ થવાની પણ ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.