ETV Bharat / state

Junior Clerk Exam Paper Leak: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું લાખો વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું - Junior Clerk Exam paper leak

ગુજરાત પંચાયત સેવા (Junior Clerk Exam Paper Leak) પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરવામાં આવી છે.

FGH
GHGH
author img

By

Published : Jan 29, 2023, 9:06 AM IST

Updated : Jan 29, 2023, 12:11 PM IST

Junior Clerk Exam Paper Leak: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું લાખો વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જાહેર પરીક્ષાના પેપર વારંવાર ફૂટે છે અને ઉમેદવારો એ તૈયારી કરેલી પાણીમાં જાય છે. વર્ષ 2018માં રદ્દ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા રવિવારે તારીખ 29 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી. પરંતુ પાંચ કલાક પહેલા જ સત્તાવાર રીતે પંચાયત વિભાગ દ્વારા જ પેપર ફૂટ્યું હોવાની જાહેરાત થઈ હતી. કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર ન જવા માટેના આદેશ આપ્યા હતા. આ સાથે જ પરીક્ષા મોકૂફની જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ મામલે પોલીસે કેસ નોંધીને 10થી વધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત એટીએસની ટીમ અન્ય રાજ્યમાં પણ તપાસ હેતું રવાના કરવામાં આવી છે.

  • Gujarat ATS was continuously keeping a watch on people who were related to previous paper leak incidents. 15 accused have been arrested from Vadodara with question papers. The government decided to cancel the exam. Further investigation is underway: Sunil Joshi, SP, Gujarat ATS pic.twitter.com/upmKgcUQei

    — ANI (@ANI) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું

કેવી કરવામાં આવી જાહેરાત: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 1 2023 એટલે કે આજરોજના સવારે 11:00 થી 12 વાગ્યા સુધી વિવિધ જિલ્લાઓ ખાતે યોજવાની હતી. જે માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈને સરદાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકો રાખવાનો નિર્ણય પર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે 29 1 2023 ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ પોલીસને બાતમીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને તેનીષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી આજની જ પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી.

હૈદરાબાદ ક્નેક્શનઃ જેથી આગળની તાત્કાલિક ધોરણથી તપાસ શરૂ કરવામાં આવી છે અને ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈને મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કઈ જિલ્લાની પોલીસ દ્વારા આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તે હજુ સુધી મંડળ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે, હૈદરાબાદના પ્રિન્ટિગ પ્રેસ પરથી પેપર લીક થયું હોવાનું જાણવા મળે છે.

GHGHGH
FYGH
ઘરે જવા એસ.ટી. બસ ની ફ્રી વ્યવસ્થા:
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા માટે જાય છે. આજે પરીક્ષા જ મોકુબ કરવામાં આવી છે પરીક્ષામાં પ્રુફ કર્યાના ગણતરીના જ કલાકો બાદ ફરીથી પંચાયત વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે કોઈપણ ઉમેદવાર પોતાની પાસે કોલ લેટર અથવા તો હોલ ટિકિટ અને અસર ફોટોગ્રાફ બતાવીને ગુજરાત એસટી બસમાં વિના મૂલ્ય મુસાફરી કરીને ઉમેદવારોને પોતાનાં ઘરે જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

સરકારને અપીલઃ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પણ નિવેદન આપ્યું હતું કે, આજે પરીક્ષા હતી અને હું તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે વિડીયો બનાવી રહ્યો હતો. પરંતુ હવે પરીક્ષાનું પેપર લીક સમાચાર સામે આવ્યા છે. હું સરકારને પણ વિનંતી કરું છું કે આમાં જે પણ કોઈ સંડોવાયેલા હોય તે તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.

9 લાખ ઉમેદવારો: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 9 લાખ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે 122 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રની બહાર 144 ની કલમ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગની અંદર પણ 31,000 વધુ સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.

8000 પોલીસ સ્ટાફ: સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ ભારત પરમારે પરીક્ષક બાબતે સુરક્ષાની વાત કરતા જણાવ્યું હતું. પરીક્ષા પુરી થયા બાદ પેપર ને સાચવી રાખવા માટે 42 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા માટે 8000 પોલીસ સ્ટાફ સહિત પરીક્ષાલક્ષી કામગીરી માટે 70, 000 સરકારી કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવે છે. પરીક્ષા પૂર્વે પેપર સ્ટ્રોંગ થી પરીક્ષા કેન્દ્ર સુધી જાય તે માટે રૂટ નું મોનેટરીંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે પેપર લઈને જનાર તમામ વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

પરીક્ષા રૂમમાં સીસીટીવી: ભરત પરમાર વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રોમાં પણ સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા છે અને આ પરીક્ષા દરમિયાન કુલ 37 હજાર જેટલા સીસીટીવીટી સર્વેન્સ કરવામાં આવશે. આમ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ન થાય તેને ધ્યાનમાં લઈને તમામ આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ પ્રકારની ભાગદોડ ન થાય એ માટે રાજકોટ તેમજ અમદાવાદ જેવા મહાનગરમાં આવેલા બસ સ્ટોપ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ઉમેદવારોમાં આક્રોશઃ જોકે, પેપર લીક થવાને કારણે ઉમેદવારોમાં ખૂબ આક્રોશ છે. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ યુદ્ધના ધોરણે આ અંગેની તપાસમાં લાગી ગયા છે. પંચાયત સેવા મંડળના સભ્ય રજીકા કચેરિયાએ જણાવ્યું હતું કે, આ પેપર ગુજરાત રાજ્યની બહારથી લીક થયું છે. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. સરકાર સતત ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરી રહી છે. પ્રિન્ટિગ પ્રેસ સામે ચોક્કસ તકેદાર રાખવામાં આવશે. કોઈ પ્રકારની બાંધછોડ આ કેસમાં નહીં કરવામાં આવે.

ક્યારે કયુ પેપર ફૂટ્યુઃ વર્ષ 2023માં જુનિયર ક્લાર્ક, 2021માં હેડ કલાર્કનું પેપર 2022 વનરક્ષકનું પેપર, 2019માં બિન સચિવાલય ક્લાર્ક, 2018માં નાયબ ચિટનીસની પરીક્ષાનું પેપર, 2018 લોક રક્ષક દળનું પેપર, 2015 તલાટીનું પેપર, 2014 ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું છે. 2015માં તલાટીનું પેપર, 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું. 2018માં TAT -શિક્ષકનું પેપર, 2018માં મુખ્ય-સેવિકાનું પેપર, 2019માં બિનસચિવલય કારકુન,2021માં હેડ ક્લાર્કનું પેપર, 2021માં DGVCL વિદ્યુત સહાયકનું પેપર, 2021માં સબ ઓડીટરનું પેપર, 2022માં વનરક્ષકનું પેપર, 2023માં જુનિયર ક્લાર્કનું પેપર

વિપક્ષ નેતાના સરકાર પર વારઃ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ પેપર નહીં પણ ભાજપની સરકારે યુવાનોના સપના ફોડવાનું ફરી એકવાર પાપ કરી નાંખ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે. વીસ કરતા વધારે વખત પેપર ફૂટ્યા છે. આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઊતરીને લડી છે. યુવાનો સાથે સંઘર્ષ કર્યો છે. ચૂંટણી વખતે પણ પ્રજાને અપીલ કરી હતી કે, આ પેપરફોડ સરકારને ઘરભેગી કરી દો. પેપરફોડનારાને જેલભેગા કરી દો. પણ ગુજરાતના યુવાનો અમિત શાહ, નરેન્દ્ર મોદીની વાતમાં આવી ગયા હતા.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થતા કોંગ્રેસનું રિએક્શન, તમે ક્યાં મોઢે ગૌરવ યાત્રા કાઢો છો: કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા

બહુમતથી અભિમાનઃ યુવાનો જેના કારણે ફરી એકવખત બહુમતી આવી ગઈ. ભૂપેન્દ્ર પટેલની સરકારને 156નું અભિમાન આવી ગયું છે. જે પરીક્ષા જૂનિયર ક્લાર્કની યોજાવવાની હતી. જેમાં દસ લાખ જેટલા યુવાનો પોતાના ભાવિ માટે પરીક્ષા આપવાના હતા. એમાં ફરી એકવખત પેપર ફૂટ્યું છે. ભાજપના મળતીયાઓ થકી પોતાના માણસોને સરકારી ખાતામાં ઘુસાડવાનું એક ષડયંત્ર ચાલે છે.

લાગવગ હોય તો નોકરીઃ જેની પાસે પૈસા અને લાગવગ હોય એને જ ગુજરાતમાં નોકરી મળે. સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારમાંથી કોઈ યુવાનને ગુજરાતમાં નોકરી ન મળે. ગુજરાતના યુવાનોને અપીલ છે કે, સાથે મળીને લડીએ. ગુજરાતમાં કોઈ પેપર ફોડવાની કોઈ હિંમત ન કરે એ રીતે રસ્તે ઊતરવું પડશે. જેથી આ સરકારની શાન ઠેકાણે આવે. મારે સરકારને પણ કહેવું છે. તમે મત માંગવા માટે આવ્યા હતા. આવો અને યુવાનોને જવાબ આપો. આ માટે તપાસ કરો અને જે જવાબદાર છે એને જેલભેગા કરો. જે મંત્રી જવાબદાર હોય એની સામે પણ પગલાં એને પદમાંથી હાંકી કાંઢો.

Junior Clerk Exam Paper Leak: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું લાખો વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જાહેર પરીક્ષાના પેપર વારંવાર ફૂટે છે અને ઉમેદવારો એ તૈયારી કરેલી પાણીમાં જાય છે. વર્ષ 2018માં રદ્દ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા રવિવારે તારીખ 29 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી. પરંતુ પાંચ કલાક પહેલા જ સત્તાવાર રીતે પંચાયત વિભાગ દ્વારા જ પેપર ફૂટ્યું હોવાની જાહેરાત થઈ હતી. કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર ન જવા માટેના આદેશ આપ્યા હતા. આ સાથે જ પરીક્ષા મોકૂફની જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ મામલે પોલીસે કેસ નોંધીને 10થી વધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત એટીએસની ટીમ અન્ય રાજ્યમાં પણ તપાસ હેતું રવાના કરવામાં આવી છે.

  • Gujarat ATS was continuously keeping a watch on people who were related to previous paper leak incidents. 15 accused have been arrested from Vadodara with question papers. The government decided to cancel the exam. Further investigation is underway: Sunil Joshi, SP, Gujarat ATS pic.twitter.com/upmKgcUQei

    — ANI (@ANI) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું

કેવી કરવામાં આવી જાહેરાત: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 1 2023 એટલે કે આજરોજના સવારે 11:00 થી 12 વાગ્યા સુધી વિવિધ જિલ્લાઓ ખાતે યોજવાની હતી. જે માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈને સરદાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકો રાખવાનો નિર્ણય પર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે 29 1 2023 ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ પોલીસને બાતમીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને તેનીષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી આજની જ પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી.

હૈદરાબાદ ક્નેક્શનઃ જેથી આગળની તાત્કાલિક ધોરણથી તપાસ શરૂ કરવામાં આવી છે અને ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈને મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કઈ જિલ્લાની પોલીસ દ્વારા આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તે હજુ સુધી મંડળ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે, હૈદરાબાદના પ્રિન્ટિગ પ્રેસ પરથી પેપર લીક થયું હોવાનું જાણવા મળે છે.

GHGHGH
FYGH
ઘરે જવા એસ.ટી. બસ ની ફ્રી વ્યવસ્થા: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા માટે જાય છે. આજે પરીક્ષા જ મોકુબ કરવામાં આવી છે પરીક્ષામાં પ્રુફ કર્યાના ગણતરીના જ કલાકો બાદ ફરીથી પંચાયત વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે કોઈપણ ઉમેદવાર પોતાની પાસે કોલ લેટર અથવા તો હોલ ટિકિટ અને અસર ફોટોગ્રાફ બતાવીને ગુજરાત એસટી બસમાં વિના મૂલ્ય મુસાફરી કરીને ઉમેદવારોને પોતાનાં ઘરે જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

સરકારને અપીલઃ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પણ નિવેદન આપ્યું હતું કે, આજે પરીક્ષા હતી અને હું તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે વિડીયો બનાવી રહ્યો હતો. પરંતુ હવે પરીક્ષાનું પેપર લીક સમાચાર સામે આવ્યા છે. હું સરકારને પણ વિનંતી કરું છું કે આમાં જે પણ કોઈ સંડોવાયેલા હોય તે તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.

9 લાખ ઉમેદવારો: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 9 લાખ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે 122 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રની બહાર 144 ની કલમ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગની અંદર પણ 31,000 વધુ સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.

8000 પોલીસ સ્ટાફ: સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ ભારત પરમારે પરીક્ષક બાબતે સુરક્ષાની વાત કરતા જણાવ્યું હતું. પરીક્ષા પુરી થયા બાદ પેપર ને સાચવી રાખવા માટે 42 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા માટે 8000 પોલીસ સ્ટાફ સહિત પરીક્ષાલક્ષી કામગીરી માટે 70, 000 સરકારી કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવે છે. પરીક્ષા પૂર્વે પેપર સ્ટ્રોંગ થી પરીક્ષા કેન્દ્ર સુધી જાય તે માટે રૂટ નું મોનેટરીંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે પેપર લઈને જનાર તમામ વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

પરીક્ષા રૂમમાં સીસીટીવી: ભરત પરમાર વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રોમાં પણ સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા છે અને આ પરીક્ષા દરમિયાન કુલ 37 હજાર જેટલા સીસીટીવીટી સર્વેન્સ કરવામાં આવશે. આમ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ન થાય તેને ધ્યાનમાં લઈને તમામ આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ પ્રકારની ભાગદોડ ન થાય એ માટે રાજકોટ તેમજ અમદાવાદ જેવા મહાનગરમાં આવેલા બસ સ્ટોપ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ઉમેદવારોમાં આક્રોશઃ જોકે, પેપર લીક થવાને કારણે ઉમેદવારોમાં ખૂબ આક્રોશ છે. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ યુદ્ધના ધોરણે આ અંગેની તપાસમાં લાગી ગયા છે. પંચાયત સેવા મંડળના સભ્ય રજીકા કચેરિયાએ જણાવ્યું હતું કે, આ પેપર ગુજરાત રાજ્યની બહારથી લીક થયું છે. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. સરકાર સતત ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરી રહી છે. પ્રિન્ટિગ પ્રેસ સામે ચોક્કસ તકેદાર રાખવામાં આવશે. કોઈ પ્રકારની બાંધછોડ આ કેસમાં નહીં કરવામાં આવે.

ક્યારે કયુ પેપર ફૂટ્યુઃ વર્ષ 2023માં જુનિયર ક્લાર્ક, 2021માં હેડ કલાર્કનું પેપર 2022 વનરક્ષકનું પેપર, 2019માં બિન સચિવાલય ક્લાર્ક, 2018માં નાયબ ચિટનીસની પરીક્ષાનું પેપર, 2018 લોક રક્ષક દળનું પેપર, 2015 તલાટીનું પેપર, 2014 ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું છે. 2015માં તલાટીનું પેપર, 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું. 2018માં TAT -શિક્ષકનું પેપર, 2018માં મુખ્ય-સેવિકાનું પેપર, 2019માં બિનસચિવલય કારકુન,2021માં હેડ ક્લાર્કનું પેપર, 2021માં DGVCL વિદ્યુત સહાયકનું પેપર, 2021માં સબ ઓડીટરનું પેપર, 2022માં વનરક્ષકનું પેપર, 2023માં જુનિયર ક્લાર્કનું પેપર

વિપક્ષ નેતાના સરકાર પર વારઃ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ પેપર નહીં પણ ભાજપની સરકારે યુવાનોના સપના ફોડવાનું ફરી એકવાર પાપ કરી નાંખ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે. વીસ કરતા વધારે વખત પેપર ફૂટ્યા છે. આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઊતરીને લડી છે. યુવાનો સાથે સંઘર્ષ કર્યો છે. ચૂંટણી વખતે પણ પ્રજાને અપીલ કરી હતી કે, આ પેપરફોડ સરકારને ઘરભેગી કરી દો. પેપરફોડનારાને જેલભેગા કરી દો. પણ ગુજરાતના યુવાનો અમિત શાહ, નરેન્દ્ર મોદીની વાતમાં આવી ગયા હતા.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થતા કોંગ્રેસનું રિએક્શન, તમે ક્યાં મોઢે ગૌરવ યાત્રા કાઢો છો: કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા

બહુમતથી અભિમાનઃ યુવાનો જેના કારણે ફરી એકવખત બહુમતી આવી ગઈ. ભૂપેન્દ્ર પટેલની સરકારને 156નું અભિમાન આવી ગયું છે. જે પરીક્ષા જૂનિયર ક્લાર્કની યોજાવવાની હતી. જેમાં દસ લાખ જેટલા યુવાનો પોતાના ભાવિ માટે પરીક્ષા આપવાના હતા. એમાં ફરી એકવખત પેપર ફૂટ્યું છે. ભાજપના મળતીયાઓ થકી પોતાના માણસોને સરકારી ખાતામાં ઘુસાડવાનું એક ષડયંત્ર ચાલે છે.

લાગવગ હોય તો નોકરીઃ જેની પાસે પૈસા અને લાગવગ હોય એને જ ગુજરાતમાં નોકરી મળે. સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારમાંથી કોઈ યુવાનને ગુજરાતમાં નોકરી ન મળે. ગુજરાતના યુવાનોને અપીલ છે કે, સાથે મળીને લડીએ. ગુજરાતમાં કોઈ પેપર ફોડવાની કોઈ હિંમત ન કરે એ રીતે રસ્તે ઊતરવું પડશે. જેથી આ સરકારની શાન ઠેકાણે આવે. મારે સરકારને પણ કહેવું છે. તમે મત માંગવા માટે આવ્યા હતા. આવો અને યુવાનોને જવાબ આપો. આ માટે તપાસ કરો અને જે જવાબદાર છે એને જેલભેગા કરો. જે મંત્રી જવાબદાર હોય એની સામે પણ પગલાં એને પદમાંથી હાંકી કાંઢો.

Last Updated : Jan 29, 2023, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.