ETV Bharat / state

રાજ્યમાં 9268 લોકો કોરોનાથી સંક્રમિત , છેલ્લા 24 કલાકમાં 364 નવા કેસ, 29નાં મોત - કોરોના વાઈરસ ન્યૂઝ ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે.

Etv Bharat
coronavirus
author img

By

Published : May 13, 2020, 10:10 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા 10,000 નજીક પહોંચી છે. ગુજરાતમાં પણ કોરોના મહારાષ્ટ્રની જેમ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે સતત વધી રહેલા કેસની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 9268 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 316 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનામાં બાકી રહી ગયેલો અમરેલી જિલ્લામાં એક કેસ નોંધાતા સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 292, વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલમાં 1, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 8, ગીરસોમનાથમાં 1, ખેડામાં 1, જામનગરમાં 3, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 1, દેવભૂમિ દ્વારરકામાં 7, જૂનાગઢમાં 1 અને અમરેલીમાં 1 કેસ નોંધાયો છે.

Etv Bharat
રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 10 હજારની નજીક પહોંચી

આમ, 364 પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં 300ની નજીક પહોંચેલા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. આજે ફરી અમદાવાદમાં 292 કેસ નોંધાયા છે. તે દરમિયાન અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6654 થઈ છે. જોકે, આ કેસ પૈકીના એક્ટિવ કેસ 4087 છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 446 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.