ETV Bharat / state

વડાપ્રધાન મોદીએ 'કેશુબાપા' અને 'કનોડિયા બંધુ' ને અર્પી શ્રદ્ધાંજલિ - Gujarat News

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ પક્ષના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલનું ગુરુવારે ના રોજ નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ તેમજ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી છે.

વડાપ્રધાન મોદીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પૂર્વપ્રધાન કેશુભાઈ પટેલ, કનોડિયા બંધુઓને આપશે શ્રદ્ધાજલી

author img

By

Published : Oct 30, 2020, 11:10 AM IST

  • પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા
  • પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ
  • ગુજરાતી ફિલ્મ કલાકાર અને સંગીતકાર વિવાદ નરેશ કનોડિયાને મહેશ કનોડિયા અને પણ આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ પક્ષના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલનું ગુરૂવારના રોજ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું છે. ત્યારે ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા. તે પહેલા જ પોલીસે કેશુભાઈ પટેલના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારોને પોલીસ છાવણીમાં તબદીલ કર્યુ હતું.

વડાપ્રધાન મોદીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પૂર્વપ્રધાન કેશુભાઈ પટેલ, કનોડિયા બંધુઓને આપશે શ્રદ્ધાજલી
નરેશ અને મહેશ કનોડિયાના ઘરે જઈને પણ આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મમાં અભિનય અને સંગીત ક્ષેત્રે ખ્યાતનામ ધરાવતા નરેશ કનોડિયાને મહેશ કનોડિયાનું પણ 25 ઓક્ટોબર અને 27 ઓક્ટોબરના દિવસે બંને ભાઈઓનું એક પછી એક એમ નિધન થયું હતું. જેને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરંતુ પીએમ મોદી હાલ ગુજરાત પ્રવાસે હોવાથી PM મોદીએ કનોડિયા હાઉસ ખાતે જઈ બન્ને ભાઈઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. PM મોદી આવે તે પહેલા કનોડિયા હાઉસની બહાર પીએમ મોદી અને નરેશ કનોડિયાને મહેશ કનોડિયાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.

માતા હીરાબાને મળવા જઈ શકે છે પીએમ મોદી

ગાંધીનગર ખાતે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને ગુજરાતના ફિલ્મ સાહિત્યના દિગ્ગજ કલાકારો જેવા કે મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપવા પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા હતા, ત્યારે તેઓ પોતાની માતા હીરા બા ને પણ મળવા જાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે શક્યતાઓને ધ્યાનમાં લઈને માતા હીરા બાના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.