- PSI અને ASIની ભરતી મામલે ઉગ્રતા
- બિન સચિવાલય જેવું આંદોલન કરવાની વિદ્યાર્થી નેતાએ ચીમકી આપી
- નવા નિયમો બદલવાની માગ કરી
આ પણ વાંચો : અર્ધસૈન્ય બળોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે રજૂઆત
ગાંધીનગર: આગામી સમયમાં લેવાનારી PSI અને ASIની ભરતી પ્રક્રિયાને લઈને વિદ્યાર્થી નેતા દ્વારા ચીમકી આપવામાં આવી છે. જો ભરતી જૂના નિયમો સાથે નહીં થાય તો અમે એક અઠવાડિયા પછી બિન સચિવાલય જેવું ઉગ્ર આંદોલન કરી લડત ચલાવીશું. તેવું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમની એક જ માગ છે કે પોલીસ ભરતી રીક્રુટમેન્ટ બોર્ડના નવા નિયમો દૂર કરવામાં આવે અને જૂના નિયમો આધારે પરીક્ષા લેવામાં આવે.
ઉંમરના ક્રાઇટેરીયા બદલવામાં આવે તેવી માગ
જો 20 વર્ષનો યુવાન PI માટે સિલેક્ટ થાય છે તો 21 વર્ષનો ઉમેદવાર PSI માટે શા માટે કવોલિફાઈ ન ગણાય. નવા નિયમ પ્રમાણે 22 મિનિટમાં દોડ પૂર્ણ કરનારને લેખિત આપવાની જોગવાઈ કરાઈ છે. જેથી 25 મિનિટમાં દોડ પૂર્ણ કરનારા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકે તેવી વિદ્યાર્થીઓની માગ છે. વેટિંગ લિસ્ટની જોગવાઈ દૂર કરવા બાબતે પણ માગ કરવામાં આવી હતી. સરકાર આ પ્રકારના નિયમો શા માટે લાવી એક પ્રયોગશાળા બનાવવાનું કાર્ય કરે છે. તેવું પણ યુવરાજસિંહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : GPSCએ 1200 જગ્યા ભરવા જાહેરાત બહાર પાડી
પ્રેક્ટિકલ માટે ગાર્ડન બંધ અને વાંચન માટે ક્લાસિસ પણ બંધ, તૈયારી કેમ કરવી ?
31 તારીખ પહેલા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં તો પરીક્ષાની તારીખ નક્કી કરી લેવામાં આવી છે. જૂની ભરતી કેટલીય બાકી છે અને નવી માટે આટલી ઉતાવળ કેમ ? અત્યારે કોઈ પ્રેક્ટિકલ કરી શકતું નથી કેમ કે, ગાર્ડન, બાગ, બગીચા વગેરે બંધ છે, ત્યારે તૈયારી માટે ક્લાસિસ પણ બંધ કરવામાં આવ્યા છે. પ્રેક્ટિકલમાં 15 ગણા ઉમેદવારો પાસ કરીને કેટેગરી પ્રમાણે લેવામાં આવી રહ્યા છે. આ નિયમ દૂર કરવામાં આવે. આ તમામ નવા નિયમો દૂર કરવાની માગ વિદ્યાર્થી નેતાએ કરી હતી.