ETV Bharat / state

સરકારી કોલેજમાં 3 મહિનાથી ટેબલેટ ન હતાં, NSUIએ આકરા તેવર બતાવતાં જ વિતરણ શરૂ

રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆત છતાં ટેબલેટ મળ્યાં ન હતાં. ત્યારે ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ બાબતે આકરા તેવર બતાવતાં ટેબલેટનું વિતરણ શરૂ થઈ ગયું હતું.

ગાંધીનગર સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો રોષ
સરકારી કોલેજમાં 3 મહિનાથી ટેબલેટ ન હતાં, NSUIએ આકરા તેવર બતાવતાં જ વિતરણ શરૂ
author img

By

Published : Jan 31, 2020, 3:00 PM IST

ગાંધીનગરઃ શહેરના સેક્ટર 15માં આવેલી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ટેબલેટની રાહ જોઈ રહ્યાં હતાં. કારણકે બાજુમાં જ આવેલી વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ મળી ગયા હતા. જેને લઇને આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ પ્રિન્સીપાલ દ્વારા યુનિવર્સિટી કક્ષાએથી ટેબલેટ આવ્યા નથી તેવું જણાવવામાં આવતું હતું. જેને લઇને આજે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇ દ્વારા કોલેજમાં પ્રિન્સિપાલ વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા. એનએસયુઆઈને જોઈને કેમ્પસમાં પોલીસને પણ બોલાવી લીધી હતી.

સરકારી કોલેજમાં 3 મહિનાથી ટેબલેટ ન હતાં, NSUIએ આકરા તેવર બતાવતાં જ વિતરણ શરૂ
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિશાલસિંહે ચાવડાએ કહ્યું કે ટેબલેટને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી હતી. પરંતુ ડિસેમ્બરના અંત સુધીમાં આપવામાં આવશે તેવી વાત કરવામાં આવતી હતી. પરંતુ જાન્યુઆરી મહિનો પણ પુરો થઇ ગયો હોવા છતાં અમને ટેબલેટ નહીં મળતા આજે પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા હતા. તો સામે તેમના દ્વારા અમને માફી પત્ર લખવામાં આવ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ કરવામાં આવતા જ છેલ્લા ત્રણ મહિનાથી કોલેજમાં જ નહીં આવેલા ટેબલેટના બોક્સ જોવા મળ્યા હતા અને બપોર સુધીમાં વિતરણ કરી દેવા આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Intro:હેડ લાઈન) સરકારી કોલેજમાં 3 મહિનાથી ટેબ્લેટ ન હતા, NSUIએ આકરા તેવર બતાવતા જ વિતરણ શરૂ

ગાંધીનગર,

રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆત કરતા હતા. પરંતુ હજુ ટેબલેટ આવ્યા નથી, તેવી વારંવારની કેસેટ સાંભળવા મળતી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ બાબતે આકરા તેવર બતાવતા જ ટેબ્લેટનું વિતરણ શરૂ થઈ ગયું હતું.

Body:ગાંધીનગર શહેરના સેક્ટર 15 માં આવેલી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટેબલેટની રાહ જોઈ રહ્યા હતા. કારણકે બાજુમાં જ આવેલી વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ ની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ મળી ગયા હતા. જેને લઇને આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ પ્રિન્સીપાલ દ્વારા યુનિવર્સિટી કક્ષાએથી ટેબલેટ આવ્યા નથી તેવું જણાવવામાં આવતું હતું. જેને લઇને આજે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇ દ્વારા કોલેજમાં પ્રિન્સિપાલ વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા. એનએસયુઆઈને જોઈને કેમ્પસમાં પોલીસને પણ બોલાવી લીધી હતી

Conclusion:કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિશાલસિંહે ચાવડાએ કહ્યું કે ટેબલેટને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી હતી. પરંતુ ડિસેમ્બરના અંત સુધીમાં આપવામાં આવશે તેવી વાત કરવામાં આવતી હતી. પરંતુ જાન્યુઆરી મહિનો પણ પુરો થઇ ગયો હોવા છતાં અમને ટેબલેટ નહીં મળતા આજે પ્રિન્સિપાલને રજૂઆત કરવા ગયા હતા. તો સામે તેમના દ્વારા અમને માફી પત્ર લખવામાં આવ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ કરવામાં આવતા જ છેલ્લા ત્રણ મહિનાથી કોલેજમાં જ નહીં આવેલા ટેબલેટના બોક્સ જોવા મળ્યા હતા અને બપોર સુધીમાં વિતરણ કરી દેવા આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બાઈટ

વિશાલસિંહ ચાવડા
વિધાર્થી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.