ETV Bharat / state

ગાંધીનગરમાં સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર - news of gandhinagar

ગાંધીનગર: શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ એક પછી એક ઘરને ટાર્ગેટ કરી રહ્યાં છે, ત્યારે ગાંધીનગર અને ડીસા કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસડર અને ગુજરાતી અભિનેતા જનક ઠક્કરના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે.

ગાંધીનગરમા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર
author img

By

Published : Sep 23, 2019, 8:27 PM IST

ટીવી એક્ટર તેમજ સુરી સીરીયલમાં સરપંચનો રોલ નિભાવનારા જનક ઠક્કર સેક્ટર-7D પ્લોટ નં-1361/2 ખાતે પરિવાર સાથે રહે છે. પરંતુ ઠક્કર પરિવાર બે દિવસ બહાર જતા તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો. સોમવારે સવારે ઘરના ભોંયરામાં રહેતાં ડ્રાઈવરની પત્નીએ ઘરમાં ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક પહોંચેલા સરોજબેને ઘરે આવીને જોતા મુખ્ય દરવાજનો નકુચો તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતાં પ્રથમ માળના કબાટમાંથી 79 રોકડા ગુમ હતા. તેની સાથે જ ઘરની બહાર પડેલી 8 લાખની કિંમતની સિઆઝ કાર ગૂમ હતી.

ગાંધીનગરમા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર

જનક ઠક્કરના માતાએ ચોરી અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તેમણે ઘરમાંથી રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલી કાર ઘરની પાછળ જ આવેલા રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. સમગ્ર મુદ્દે સેક્ટર-7 પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Intro:હેડલાઈન) પાટનગરમા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર, ટીવી એક્ટર જનક ઠક્કરના ઘરમાં ચોરી

ગાંધીનગર,

શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ એક પછી એક ઘરને ટાર્ગેટ કરી રહ્યાં છે. જેમાં તસ્કરોએ હવે સેક્ટર-7-ડીમાં એક ઘરને ટાર્ગેટ બનાવીને રોકડા 79 હજાર અને 8 લાખની કિંમતની કાર ઉઠાવી ગયા હતા. ગાંધીનગર અને ડીસા કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસડર અને ગુજરાતી અભિનેતા જનક ઠક્કર પરિવાર સાથે રહે છે. તેમનો પરિવાર બહાર હતો તે સમયે ચોરી થઈ હતી જોકે, રોચાયેલી કાર ઘરથી થોડે જ દૂર મળી આવી હતી. જ્યારે અભિનેતાના અલગ રૂમમાં છે તે બેંગ્લોરથી પરત આવ્યા બાદ જાણી શકાશે હાલ સેકટર-7 પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.Body:મળતી માહિતી મુજબ ટીવી એક્ટર સુરી સીરીયલ સરપંચનો રોલ નિભાવનાર જનક ઠક્કર સેક્ટર-7D પ્લોટ નં-1361/2 ખાતે પરિવાર સાથે રહે છે. પરંતુ ઠક્કર પરિવાર બે દિવસ બહાર હતો તે સમયે ઘરમાં ઘૂસેલા તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અભિનેતા જનક ઠક્કર હાલ પત્ની સાથે બેંગાલુરુ છે, તો તેમા પિતા દ્વારકા દર્શન માટે ગયા હતા. તેમના માતા સરોજબેન તથા ભાઈ-ભાભી અમદાવાદ કામથી ગયા હતા. સોમવારે સવારે ઘરના ભોયરામાં રહેતાં ડ્રાઈવરની પત્નીએ ઘરમાં ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક પહોંચેલા સરોજબેને ઘરે આવીને જોતા મુખ્ય દરવાજનો નકુચો તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતાં પ્રથમ માળના કબાટમાંથી 79 રોકડા ગૂમ હતા. સાથે જ ઘરની બહાર પડેલી 8 લાખની કિંમતની GJ-18-BJ-1022 નંબરની સિઆઝ કાર ગૂમ હતી. Conclusion:જેને પગલે જનક ઠક્કરના માતા સરોજબેન જશવંતલાલ ઠક્કરે ચોરી અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સરોજબેન હાલ ઘરમાંથી રોકડાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. જોકે તેમના પુત્રવધુ પતિ જનક ઠક્કર બેંગાલુરૂ હોવાથી તેઓ આવ્યા બાદ જ ઘરમાંથી કેટલા દાગીના ચોરાયા તે અંગે ખબર પડે તેમ છે. ચોરાયેલી કાર ઘરની પાછળ જ આવેલા ચ રોડ પરથી બીનવારસી હાલતમાં મળી આવી હતી. જેના કાચ પણ ખુલ્લા હતા અને ચાવી પણ અંદર ભરાવેલી મળી આવી હતી. જોકે, તેની બેટરી ઉતરી ગઈ હોવાથી તે ચાલુ થઈ રહી ન હતી. એટલે પોલીસને શંકા છે કે કાર બંધ પડી જતા તસ્કરો કાર મુકીને ફરાર થઈ ગયા હશે. હાલ તો સમગ્ર મુદ્દે સેક્ટર-7 પોલીસ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.