- ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બર યોજાશે
- આજે સાંજ સુધીમાં નવા પ્રધાનોનાં નામ જાહેર થશે
- ભૂપેન્દ્ર પટેલનું આ પ્રધાનમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ પ્રધાનોના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યપ્રધાનો ઉપરાંત અન્ય 16 પ્રધાનો શપથવિધિ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા
પ્રધાન મંડળના પ્રધાનોના નામ આજે જાહેર થશે
શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા પ્રધાન મંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી અને આજે સાંજ સુધીમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના પ્રધાનોનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા પ્રધાનોની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડના 11માં મુખ્યપ્રધાન તરીકે પુષ્કરસિંહ ધામીએ લીધા શપથ, વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન
નવું પ્રધાનમંડળ ઘણા નવા ચહેરા આવશે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ પ્રધાનમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં પ્રધાનમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે એને સ્થાને બેથી ત્રણ મહિલા પ્રધાન હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ પ્રધાન બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.