ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ભુજથી ધોરડો સુધી બાય રોડ પ્રવાસ કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યના ઋષિકેશ પટેલે પણ આ ઘટના બાબતે નિવેદન આપ્યું હતું કે, હેલિકોપ્ટર મુખ્યપ્રધાનને ભુજ થી ધોરડો ઉતારીને રાજ્યપાલ માટે પાલીતાણા જવાનું હતું. પરંતુ ભુજમાં જ ટેકનીકલ ફોલ્ટના કારણે અને વીવીઆઈપી પ્રોટોકોલ મુજબ ટેકનીકલ પ્રશ્ન ઉભો થવાના કારણે હેલિકોપ્ટરે ઉડાન ભરી ન હતી. જેના કારણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને બાય રોડ ધોરડો જવાની ફરજ પડી હતી.
હાલમાં પાયલોટની જગ્યા ખાલી છે, ત્યારે ગુજસેલ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બંને વિમાન અને હેલિકોપ્ટર માટેના પાયલોટ ની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે હાલમાં ગુજરાત સરકારની માલિકીના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ફોલ્ટ છે, ત્યારે પવન કંપનીનું હેલિકોપ્ટર હાલમાં પ્રાપ્ત થયું છે. અને અલ્ટરનેટ વ્યવસ્થા પણ રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુજસેલ દ્વારા આખી વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે અને આ બાબતે બજેટમાં પણ વિશેષ પ્રકારની જોગવાઈ પણ કરવામાં આવી છે. - રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ
સરકારનું હેલિકોપ્ટ 17 વર્ષ જૂનું : નવેમ્બર 2023 થી લઈને ડિસેમ્બર 2023 સુધી એક માસના સમયગાળા દરમિયાન કુલ 6 વખત હેલિકોપ્ટરની આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કોઈ પાયલોટની ભૂલના કારણે થયું નથી. પરંતુ ટેકનિકલ ઇસ્યૂ ના કારણે આ ઘટના સામે આવી છે. જ્યારે આવનારા દિવસોમાં હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ ના મેન્ટેનન્સ બાબતે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારના ટેકનિકલ ઇસ્યુ સર્જાય નહીં. જ્યારે ગુજરાત સરકારનું હેલિકોપ્ટર વર્ષ 2007માં ખરીદી કરવામાં આવ્યું હતું, આજે તેને લગભગ 17 વર્ષ જેટલો સમયગાળો થયો છે.