ETV Bharat / state

કરો'ના' ગરબા, રાજ્ય સરકારે તહેવારોને લઈને જાહેર કરી ગાઇડલાઇન - The state government has announced S.O.P.

રાજ્યમાં કોરોનાના કેસ પર કાબુ મેળવી શકાયો નથી અને દિવસે ને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા મહત્વના અને મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ તહેવારને લઈને રાજ્ય સરકાર દ્વારા એક SOP બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય તહેવારોને લઈને પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.

navratri
નવરાત્રીનું આયોજન રદ
author img

By

Published : Oct 9, 2020, 10:23 AM IST

Updated : Oct 9, 2020, 11:46 AM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ પર કાબુ મેળવી શકાયો નથી અને દિવસે ને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા મહત્વના અને મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ તહેવારને લઈને રાજ્ય સરકાર દ્વારા એક SOP બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય તહેવારોને લઈને પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતાં વર્ષ, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે.

રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ

  • રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે
  • આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.
  • નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે, મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે, પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.
  • આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે.
  • 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય 1 કલાકનો જ રહેશે.
  • તમામ SOPનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
  • તદ્દનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
  • થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસીમીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે.
  • હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો ફરજિયાત અમલ કરવાનો રહેશે.
  • સમારંભ દરમિયાન થૂકવાં તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.
  • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે, અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે, વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ સ્થળ ઉપર કરવાની છે. આ ઉપરાંત દુર્ગા આઠમના દિવસે પણ ઘરે રહીને જ ભેગા મળીને આઠમની ઉજવણી કરવાની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

Last Updated : Oct 9, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.