ગાંધીનગરઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઇરસ અટકવાનું નામ લેતો નથી તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 14063 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 243 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 279, વડોદરામાં 30, સુરતમાં 35, ગાંધીનગર 11, ભાવનગર, અરવલ્લી, જામનગર આણંદ 1-1, રાજકોટ 5, મહેસાણા, પંચમહાલ, મહીસાગર 2-2, ખેડા 3, દાહોદ 4, સાબરકાંઠા 14, અન્ય રાજ્ય 2 કેસ સામે આવ્યાં છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 14063 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 10280 કેસ થાય છે.