ETV Bharat / state

જરૂર પડશે તો ટ્રમ્પને પણ રજૂઆત કરવા પહોંચીશું : કોંગી ધારાસભ્ય

સત્યાગ્રહ છાવણીમાં 65 દિવસથી લોકરક્ષક દળની પરીક્ષાને લઈે મહિલાઓ આંદોલન કરી રહી છે. ગઈકાલે મંગળવારે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા પરિપત્રમાં સુધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ પણ આંદોલન ચાલુ રહ્યું છે, ત્યારે આજે કોંગ્રેસના ચોટીલા, દસાડા અને સિદ્ધપુરના ત્રણ ધારાસભ્ય દ્વારા આંદોલન કરી રહેલી મહિલાઓને સમર્થન આપવામાં આવ્યું છે. જેને લઇને 72 કલાક સુધી આ ધારાસભ્યો આંદોલન કરશે. આ તકે ચોટીલાના ધારાસભ્યએ કહ્યું કે, સરકારમાં અંદર અંદરની કુટ નીતિને કારણે મહિલાઓને ભોગ બનાવવામાં આવી રહી છે.

જરૂર પડશે તો ટ્રમ્પને પણ રજૂઆત કરવા પહોંચીશું : કોંગી ધારાસભ્ય
જરૂર પડશે તો ટ્રમ્પને પણ રજૂઆત કરવા પહોંચીશું : કોંગી ધારાસભ્ય
author img

By

Published : Feb 12, 2020, 1:14 PM IST

ગાંધીનગર : લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાની વાતને લઈને એસટી, એસસી અને ઓબીસી સમાજના આગેવાનો અને મુખ્યપ્રધાન સાથે મંગળવારે મુલાકાત યોજાઈ હતી. જેમાં આગેવાનોની માંગણીને ધ્યાને રાખતા સરકારી પરિપત્રમાં સુધારો થયો હોવાની જાહેરાત કરી હતી. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી, ત્યારબાદ પણ મહિલાઓ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી અમારા હાથમાં રદ થયેલો પરિપત્ર હાથમાં નહિ આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા અગાઉથી જ સમર્થન આપવામાં આવ્યું છે.

જરૂર પડશે તો ટ્રમ્પને પણ રજૂઆત કરવા પહોંચીશું : કોંગી ધારાસભ્ય
કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા, દસાડાના ધારાસભ્ય નવસાદ સોલંકી અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર આજે બુધવારે સત્યાગ્રહ છાવણીમાં સમર્થન આપવા પહોંચી ગયા હતા. ત્રણ ધારાસભ્યો 72 કલાક સુધી છાવણીમાં આંદોલનકારી રહેલી મહિલાઓ સાથે જોડાયા છે, ત્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું કે, સરકાર માત્ર ગુમરાહ કરી રહી છે. 1-8 -18નો પરિપત્ર રદ થવો જોઈએ તેવી માગ કરવામાં આવી હોવા છતાં માત્ર સુધારાની વાતો કરવામાં આવી રહી છે. ક્યાંકને ક્યાંક સરકારમાં અંદરો અંદર વિખવાદના કારણે મુખ્યપ્રધાન બનવાની ઉતાવળ છે તેવા લોકો આંદોલન કરાવી રહ્યા છે, પરંતુ દોષ કોંગ્રેસને આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ આગામી સમયમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચંદનજી ઠાકોરે કહ્યું હતું કે જરૂર પડશે તો તમને પણ રજૂઆત કરવા પહોંચી જઈશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.