ETV Bharat / state

Koli Samaj: સોમનાથના પ્રાંચી ખાતે અખીલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ ચિંતન બેઠક મળી - SOMNATH NEWS

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજ (Koli Samaj) માં પણ પોતાના સમાજનો વ્‍યકિત મુખ્યપ્રધાન હોવાના સુર ઉઠ્યા છે. જેના પગલે તાજેતરમાં ભાવનગર ખાતે કોળી સમાજની એક બેઠક મળ્યા બાદ ગઈકાલે રવિવારે સોમનાથ (SOMNATH) સાંનિઘ્‍યે પ્રાંચી તીર્થ મુકામે અખિલ ભારતીય કોળી સમાજ(AKHIL BHARATIYA KOLI SAMAJ)ના મુખ્‍ય આગેવાનોની અગત્યની ચિંતન શિબિર બેઠક મળી હતી.

અખીલ ભારતીય કોળી સમાજ
અખીલ ભારતીય કોળી સમાજ
author img

By

Published : Jun 28, 2021, 10:10 AM IST

  • રાજયની 45 બેઠક પર કોળી સમાજ (Koli Samaj) ના નિર્ણાયક
  • સમાજને યોગ્‍ય પ્રતિનિઘિત્‍વ અને મહત્‍વ મળતુ નથી
  • આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરાયો

ગીર સોમનાથ: રાજયમાં 45 વિઘાનસભા બેઠક પર કોળી સમાજ (Koli Samaj) નિર્ણાયક હોવા છતાં યોગ્‍ય પ્રતિનિઘિત્‍વ મળતુ ન હોવાથી કોળી સમાજનો મુખ્‍યપ્રધાન બનાવવાનો સુર આજે સોમનાથ સાંનિઘ્‍યે પ્રાંચી મુકામે મળેલી અખીલ ભારતીય કોળી સમાજ (AKHIL BHARATIYA KOLI SAMAJ) ના રાજયના આગેવાનોની મળેલી ચિંતન શિબિર બેઠકમાં ઉઠ્યો હતો. આગામી દિવસોમાં રાજયના પાટનગર ગાંધીનગર ખાતે કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવેલો હતો.

કોળી સમાજમાં પણ પોતાના સમાજનો વ્‍યકિત મુખ્યપ્રધાન હોવાના સુર ઉઠ્યા

ગુજરાતમાં પાટીદાર સમાજ (PATIDAR SAMAJ) સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજ (Koli Samaj) માં પણ પોતાના સમાજનો વ્‍યકિત મુખ્યપ્રધાન હોવાના સુર ઉઠ્યા છે. જેના પગલે તાજેતરમાં ભાવનગર ખાતે કોળી સમાજની એક બેઠક મળ્યા બાદ ગઈકાલે રવિવારે સોમનાથ સાંનિઘ્‍યે પ્રાંચી તીર્થ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના મુખ્‍ય આગેવાનોની અગત્યની ચિંતન શિબિર બેઠક મળી હતી. જેમાં રાજયના મોટાભાગના જિલ્‍લામાંથી કોળી સમાજના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સંસ્‍થાના રાષ્ટ્રીય પ્રધાન જેઠાભાઈ જોરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજકીય અને સામાજીક રીતે કોળી સમાજને મજબુત પ્રતિનિઘિ મળે તેના પર મંથન થયુ હતુ.

રાજયમાં કોળી સમાજના સૌથી વધુ મતદાર

બેઠક પુર્ણ થયા બાદ જેઠાભાઇ જોરએ જણાવેલ કે, બેઠકમાં કોળી સમાજનો વ્‍યકિત મુખ્યપ્રધાન હોવા જોઈએ તેવો સુર ઉઠ્યો હતો. રાજ્યની 45 વિધાનસભા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક હોવા છતાં સમાજને અન્યાય થઈ રહ્યો છે. રાજયમાં કોળી સમાજના સૌથી વધુ મતદાર હોવા છતાં સમાજના ચૂંટાયેલા આગેવાનોને નાનું એવું ખાતું અપાતું હોવાથી સમાજમાં નારાજગી છે. સમાજના લોકોની લાગણી છે કે, સમાજનું પ્રતિનિઘિત્‍વ કરતા આગેવાનોને રાજકીય અને સામાજીક રીતે મહત્‍વ મળવું જોઇએ.

આ પણ વાંચો: Bhavnagar: ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાઇ

કોળી સમાજની સ્‍થ‍િતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી

જયારે આવી જ રીતે વીર માંધાતા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ સોલંકી, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કોળી સમાજના મુખ્યપ્રધાન હોવા જોઇએ તેવો સુર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં રાજયકક્ષાનું કોળી સમાજનું મહાસંમેલન આગામી દિવસોમાં બોલાવવાનું નકકી કરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોળી સમાજને વસ્તીના પ્રમાણમાં મહત્‍વ ન આપી અન્‍યાય થઇ રહ્યાની લાગણી સમાજના લોકો અનુભવી રહ્યા છે. રાજયમાં કોઇપણ સરકાર બને તેમાં કોળી સમાજનું મોટું યોગદાન હોય છે. જેથી કોળી સમાજને મહત્‍વ મળવું જોઇએ. કોળી સમાજને સંગઠીત બનાવી મજબુત રીતે આગળ લઇ જવા ચર્ચાઓ કરવામાં આવેલી છે. આજની બેઠકમાં રાજકીય, શૈક્ષણિક સહિતના તમામ મુદાઓ પર કોળી સમાજની સ્‍થ‍િતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોળી સમાજમાં વિમલ ચુડાસમાને અપમાનિત કરવા બદલ રોષની લાગણી

રાજયમાં પ્રતિનિઘિત્‍વને લઇને પાટીદાર સમાજ બાદ કોળી સમાજની બેઠક મળી

અત્રે નોંઘનીય છે કે, રાજયમાં પ્રતિનિઘિત્‍વને લઇને પાટીદાર સમાજ બાદ કોળી સમાજની બેઠક મળી છે. જેથી આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્‍યારે શું થશે તે તો આગામી સમયમાં જોવું રસપ્રદ રહેશે. આજની બેઠકમાં ઘારાસભ્‍ય બાબુભાઇ વાજા, અખીલ ભારતીય કોળી સમાજના જિલ્‍લા પ્રમુખ કાનભાઈ ગઢીયા, માંઘાતા સંગઠનના જિલ્‍લા પ્રમુખ ડો.રામભાઇ ચૌહાણ, ઘીરૂભાઇ સોલંકી, પ્રવિણભાઇ બારૈયા, બાબુભાઇ પરમાર, રાકેશ ચુડાસમા, રાજીબેન સોલંકી, બટુકભાઇ મકવાણા સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.