ETV Bharat / state

હાઇકોર્ટે ફાયર સેફટી મામલે સરકારને આદેશ આપ્યા બાદ પણ અમલવારી નહીં - Gujarat High Court Fire Safety

ફાયર સેફટી(Fire Safety)ના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં અરજદારે રજુઆત કરી હતી કે, વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટે અને ત્યાર બાદ ચાર વખત ગુજરાત હાઇકોર્ટે(Gujarat High Court)રાજ્યમાં ફાયર સેફટી મામલે આદેશ આપ્યા છે છતાં પણ હજી તેની અમલવારી થઈ રહી નથી.

હાઇકોર્ટે રાજ્યમાં ફાયર સેફટી મામલે આદેશ આપ્યા, પરંતુ હજી અમલવારી થઈ રહી નથી

author img

By

Published : Oct 14, 2021, 12:07 PM IST

  • ગુજરાત હાઇકોર્ટમાં આજે ફાયર સેફટીની સુનાવણી થઈ
  • SC અને HC ના આદેશ છતાં રાજ્યમાં ફાયર સેફ્ટિનો અભાવ
  • 48 ટકા બિલ્ડીંગ પાસે BU પરમિશન જ ન હોવાની અરજદારની કોર્ટમાં રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં ફાયર સેફટીના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. કોર્ટમાં અરજ કરનારે રજુઆત કરી હતી કે, વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટે અને ત્યાર બાદ ચાર વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ફાયર સેફટી મામલે આદેશ આપ્યા છે છતાં પણ હજી તેની અમલવારી થઈ રહી નથી. રાજ્યમાં આજે પણ 48 ટકા ઇમારતો પાસે બીયું પરમિશન જ નથી.

આ પણ વાંચોઃ તંત્રની બેદરકારી: ગાંધીનગરની સરકારી ઇમારતોમાં જ નથી લેવામાં આવી ફાયર NOC

હોસ્પિટલ-શાળાઓમાં ફાયર સેફટી પર ભાર મુક્યો

કોર્ટે આજે ફાયર સેફટી(Fire Safety) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં અરજદાર, મનપા અને, રાજ્ય સરકાર આમ ત્રણેય પક્ષોને સાંભળ્યા હતા. રાજ્ય સરકારનો પક્ષ મુકતા એડવોકેટ જનરલ ત્રિવેદીએ રજુઆત કરી હતી કે, તમામ સુવિધા ઉભી કરવા માટે થોડો સમય લાગે તેમ છે. સામે કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકારે એક નિશ્ચિત એક્શનપ્લાન સાથે કામ કરવાની જરૂર છે. આ સાથે રાજ્ય સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી કે હાલ પ્રયોરિટીમાં હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફટી ઉભી કરવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે.

રાજ્ય સરકારને આદેશ કર્યો ફાયર સેફટી માટે તાત્કાલિક પગલાં લે

રાજ્ય સરકારે કોર્ટમાં બાંહેધરી આપી હતી કે, રાજ્યભરમાં જેમ બને તેમ જલ્દીથી ફાયર સેફટી ઉભી કરવામાં આવશે. મહત્વનું છે કે શાળાઓ અને હોસ્પિટલમાં આગ લાગતા ઉભી થતી વિપરીત સ્થિતિની ગંભીરતા લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ફાયર સેફટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. આજે કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે રાજ્યમાં ફાયર સેફટી મેઝર્સ ઉભા કરવા માટે તાત્કાલિક પગલાં લે. આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે અમે ઓથોરિટીઝ પાસેથી એવી આશાઓ રાખીએ છીએ નગરપાલિકાના વિસ્તારોમાં કે ફાયર સેફટી ઉભી કરવા માટે કામગીરી કરે કે જ્યાં ફાયર સેફટી મેઝર્સની જરૂરિયાત હોય.

આ પણ વાંચોઃ ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ

નફટ બેદરકારીથી વધુ નુકસાન થઈ શકે છે

ગુજરાતની સલ્તનતમાં અવારનવાર બિલ્ડીંગો હોય કે નાના મોટા ઉધોગો જેવી જગ્યાએ આવરો લાગવાની મુશ્કેલીઓ સામે આવતી હોય છે. ત્યારે ભુતકાળમાં જોવા જવી તો સુરતમાં વિધાર્થીઓ તેમજ અમદાવાદ-રાજકોટમાં કોરાનાના સમયગાળામાં બિલ્ડીંગોમાં ભડકે લાય લાગી હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ફાયર સેફટી મામલે આદેશ આપ્યા હતો પરંતુ હજી સુધી અમલવારી થઈ રહી નથી. જો આવી ને આવી નફટ બેદરકારી રહશે તો હજી આવનારા સમયમાં પણ દર્દભરીયા દખના સમાચાર માત્ર જોવાના જ રહશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.