ETV Bharat / state

સરકારની પીછેહઠ ! સરકારે 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય કર્યો મોકૂફ

ગુજરાત સરકારે TRB જવાનોને ફરજ પરથી છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના 6000થી વધુ TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

રાજ્યના 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 9:12 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં TRB જવાનને છૂટા કરવાના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, કે કૈલાશનાથન હજાર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.

રાજ્યના 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ
રાજ્યના 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

રાજ્ય પોલીસ વડાનો આદેશ: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના 6000થી વધુ TRB જવાનોને છૂટા કરવાનો લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ 10 વર્ષથી માનદ સેવા સાથે જોડાયેલા 1100 જેટલા જવાનો, 5 વર્ષથી ટ્રાફિક નિયમન કરતા 3000 જવાનો અને પાછલા 3 વર્ષથી ટ્રાફિકનું સફળ સંચાલન થાય તે માટે સેવામાં જોડાયેલા 2300 જેટલા મહિલા અને પુરુષ ટ્રાફિક બ્રિગેડના જવાનોને વહીવટી રીતે હવે સેવામાં ચાલુ રાખી શકાય નહીં તેવા આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં દસ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને 30 નવેમ્બર 2023, પાંચ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 30 ડિસેમ્બર 2023 અને ત્રણ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સરકારને પરિપત્ર પરત ખેંચવા માંગ: અચાનક ફરજમાંથી છૂટા કરવાનો આદેશ કરવામાં આવતાં TRB જવાનો અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. પાછલા દસ વર્ષથી ટ્રાફિક નિયમન સાથે જોડાયેલા અને માનદ વેતન સાથે કામ કરતા TRB જવાનો બેરોજગાર થવાને આરે ઉભેલા જોવા મળ્યા હતા. ત્રણ અને પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ટીઆરપી જવાન તરીકે ફરજ બજાવનાર લોકોને છૂટા કરી દેવાના આદેશ પગલે રોષનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ TRBના જવાનો દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે આજે મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને છૂટા કરવાનો મોકૂફ રાખ્યો છે.

  1. જામનગરમાં TRB જવાનો દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ, નોકરી પરત આપવાની માંગ સાથે આંદોલનની ચીમકી
  2. શું આ મહિલાના આંસુની કિંમત ચૂકવી શકશે સરકાર ? બે બાળકોની સિંગલ મધરે સરકારને પૂછ્યો સવાલ- મારો શું વાંક ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.