ETV Bharat / state

હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ? રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત

કોરોના સંક્રમણ લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કોર કમિટીની બેઠક યોજી હતી અને કોરોના બાબતે સંક્રમણ ઓછું થાય તે માટે પણ પગલાં લેવાની ચર્ચા કરી હતી. આ વર્ષે કોરોનાના કારણે રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાગે તેવી પણ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત થઈ રહી છે.

હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ?
હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ?
author img

By

Published : Mar 13, 2021, 2:24 PM IST

  • રાજ્ય સરકાર હોળી - ધુળેટીની ઉજવણીમાં મુકશે બાધા
  • સંક્રમણ ના ફેલાય તે માટે મોટા અને જાહેર કાર્યક્રમમાં લાગી શકે છે પ્રતિબંધ
  • અમદાવાદના કર્ણાવતી અને રાજપથ કલબમાં ધુળેટી રદ

ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના સંક્રમણ સતત દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે, ગઈકાલે રાત્રે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કોર કમિટીની બેઠક યોજી હતી અને કોરોના બાબતે સંક્રમણ ઓછું થાય તે માટે પણ પગલાં લેવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, રાજ્યના મહાનગરપાલિકાના કમિશનર સાથે પણ વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ બાબતે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ

મનપા વિસ્તારમાં ધુળેટીની ઉજવણી પર લાગશે પ્રતિબંધ

હોળી અને ધૂળેટીનાં તહેવારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મનપા વિસ્તારમાં હોળી અને ધુળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટમાં ખાસ પ્રકારની વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાગે તેવી પણ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત થઈ રહી છે. આમ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મનપા વિસ્તારમાં ક્લબ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહિ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: કોરોના વાયરસના કહેરથી દુબઈમાં હોળી સમારોહ રદ્દ

ગલી મહોલ્લામાં આપાઇ શકે છે પરવાનગી

અમદાવાદ - રાજકોટ જેવા મોટા શહેરોમાં જે રીતે જાહેરમાં અને પાર્ટી પ્લોટોમાં હોળીની ઉજવણી થાય છે. ગ્રામીણ વિસ્તારમાં સરકાર ધુળેટીની ઉજવણી માટે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકાર જાહેર કરે તે પહેલા જ કોરોના સંક્રમણ ધ્યાનમાં લઈને અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબમાં ધુળેટીની ઉજવણી રદ કરવામાં આવી છે. ત્યારે, હવે આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ ક્લબ સંચાલકો પોતાની રીતે જ ધુળેટી કરવાની જાહેરાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.