ETV Bharat / state

કોંગ્રેસની કારમી હાર, હવે કોંગ્રેસના સભ્યો ક્યાં બેસશે ? - વિધાનસભામાં વિપક્ષની કાર્યાલય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (Gujarat Assembly Election 2022) આવી ગયું છે. ત્યારે ભાજપએ મોટા ભાગે ગુજરાતમાં જીત પ્રાપ્ત કરી છે. ત્યારે કોંગ્રેસના સૂંપડા સાફ થઇ ગયા હોય તેવું જોવા મળ્યું હતું આ પરિણામમાં. પરતું હવે સવાલ એ થઇ રહ્યો છે કે કોંગ્રેસના સભ્યો ક્યાં બેસશે ? વિધાનસભામાં વિપક્ષની કાર્યાલયમાંથી પણ જગ્યા ગઇ જેના કારણે હવે આ સભ્યો કયાં બેસશે તે પણ હવે સવાલ થઇ રહ્યો છે.

કોંગ્રેસની કારમી હાર, હવે કોંગ્રેસના સભ્યો ક્યાં બેસશે ?

author img

By

Published : Dec 8, 2022, 7:24 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા વર્ષ 2022 ની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીમાં ભાજપ પક્ષે એક ઇતિહાસ રચ્યો છે. ઐતિહાસિક જીત મેળવીને 157 જેટલી બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષ 18 બેઠક પણ પ્રાપ્ત કરી શકે નથી. ત્યારે ગુજરાત વિધાનસભાના(Gandhinagar assembly seat) નિયમ પ્રમાણે 18 બેઠકથી વધુ બેઠકો હોય તો જ જે તે પક્ષને વિરોધ પક્ષ માટેની જગ્યા એટલે કે ઓફિસ પ્રાપ્ત થાય છે. પરંતુ કોંગ્રેસની 18 બેઠક પણ ન હોવાથી નિયમ પ્રમાણે તેઓને વિપક્ષની કાર્યાલય પર પ્રાપ્ત થઈ શકશે નહીં.

વિરોધ પક્ષ માટે શું નિયમ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નિયમોની જો વાત કરવામાં આવે તો કુલ બેઠકના 10% જેટલી બેઠક જે તે પક્ષ પાસે હોય તે જ પક્ષ વિરોધ પક્ષમાં બેસી શકે છે. પરંતુ કોંગ્રેસ પક્ષ સતત બેઠક પર જ અટકી ગયું છે. વિરોધ પક્ષમાં બેઠો બેસવા માટે 18 બેઠક હોવી જરૂરી છે. આમ જો વિરોધ પક્ષ જ નહીં રહે તો તારીખ 15મી વિધાનસભામાં વિરોધ પક્ષનું કાર્યાલય પણ બંધ થઈ જશે. તેના સ્ટાફને પણ છૂટો કરી દેવામાં આવશે આ ઉપરાંત વિરોધ પક્ષના નેતાનો બંગલા ગાડી જેવી પણ સુવિધાઓ મળશે નહીં.

કોંગ્રેસના સભ્યો ક્યાં બેસશે વિધાનસભાના પ્રથમ માળ ઉપર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એમ મળીને ત્રણ જેટલી નાની નાની ઓફિસ તૈયાર કરવામાં આવી છે. જો ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભામાં વિપક્ષ જ નહીં મળે તો કોંગ્રેસના ધારાસભ્યોને પ્રથમ માળે આવેલી કાર્યાલયમાં જ ચાલુ વિધાનસભા દરમિયાન બેસવાનો વારો આવશે. પરંતુ જો 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો, 4 અપક્ષ ધારાસભ્યો અને 5 આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે ગઠબંધન કરીને અથવા તો ચાર અપક્ષના ધારાસભ્ય કોંગ્રેસને ટેકો જાહેર કરે તો વિધાનસભાના નિયમ મુજબ વિરોધ પક્ષ બની શકે છે. અને ત્યારબાદ નિયમ પ્રમાણે વિરોધ પક્ષના નેતાને બંગલો ગાડી અને વિરોધ પક્ષનો વિધાનસભાના બીજા માળે કાર્યાલય તથા સ્ટાફ પણ સરકાર આપી શકે છે.

કર્મચારીઓ બેરોજગાર સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે 14 મી વિધાનસભામાં વિરોધ પક્ષના કાર્યાલયમાં કુલ 18 લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી. જેમા 6 પટ્ટાવાળા, 8 પી.એ. પીએસ. અને સેક્શન અધિકારી હતા. જ્યારે વિધાનસભાની મહત્વની કામગીરી જેવી કે વિધાનસભા ગૃહમાં ખાસ દરખાસ્ત, પ્રશ્નોત્તરી, 116 ની નોટીસ તેમજ વિધાનસભાની બીજી કાર્યવાહીમાં હવે વિરોધ પક્ષમાં કોઈ કર્મચારી રહેતા નથી. જેથી તારીખ 15મી વિધાનસભામાં આવનારા નવા ધારાસભ્યને મુશ્કેલીઓ પડી શકે છે. જ્યારે કોંગ્રેસ પક્ષે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં બેરોજગારીનો પ્રશ્ન ઉભો કરીને ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે હવે પરિણામ બાદ એ જ કાર્યાલય ના 18 કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.