મતગણતરી દરમિયાન સુપ્રીમકોર્ટના અને કેન્દ્રીય ચૂંટણીપંચ નિર્દેશાનુસાર પહેલા વીવીપેટમાં મત ગણતરી કરવામાં આવશે. જેમાં રેન્ડમલી પાંચ જેટલાં EVM મશીનને સિલેક્ટ કર્યા બાદ એ 5 મશીનની વીવીપેટ સાથે મતગણતરી શરૂ થશે. ત્યારબાદ જ અન્ય ઇવીએમ મશીનની મત ગણતરી કરવામાં આવશે.

મતગણતરી માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કુલ 613 જેટલા કર્મચારીઓને કાઉન્ટીગ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરેક વિધાનસભા દીઠ ૨૫ કાઉન્ટિંગ સુપરવાઇઝર, 25 માઈક્રો ઓબ્ઝર્વર, તથા 25 વર્ગ 4ના અધિકારી હાજર રહેશે. મતગણતરી દરમિયાન એસઆરપી અને CRPF પોલીસનો બંદોબસ્ત પણ રહેશે.
