ETV Bharat / state

રાજ્યની મોડલ આયુર્વેદિક કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર કરી

રાજ્યની શાળા-કોલેજોમાં ગુરુ શિષ્યના સંબંધો લજવાય હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. હાલમાં જ ભુજની વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નગ્ન કરીને માસિક તપાસવામા આવ્યું હતું, ત્યારબાદ સુરત શહેરમાં પણ આ જ પ્રકારની એક ઘટના સામે આવ્યાને સમય પણ પૂરો નથી થયો, તેવા સમયે રાજ્યના પાટનગર પાસે આવેલી કોલવડાની સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર મૂકવામાં આવી હતી. જેને લઇને આ મામલે બબાલ થઈ હતી, ત્યારે કોલેજના આચાર્યએ આ બાબતે તપાસ કમિટી બનાવી છે.

આયુર્વેદિક કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર કરી

author img

By

Published : Feb 24, 2020, 6:48 PM IST

ગાંધીનગર : રાજ્યના પાટનગર પાસેના કોલવડામા આવેલી સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજમાં ફરજ બજાવતા 45 વર્ષીય પ્રોફેસર દ્વારા કોલેજમાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે લગ્નની ઓફર કરવામાં આવી હતી. એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા પ્રોફેસરે તમામ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રોફેસરે પોતાનો પ્રેમ જાહેર કરતાં વિદ્યાર્થીની મુસીબતમાં મુકાઈ ગઈ હતી. આ બનાવને લઈને વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વચ્ચે ચકમક પણ થઇ હતી. જેને લઇને મામલો વધુ બિચકી ગયો હતો. પ્રોફેસર દ્વારા આ પ્રકારની અગાઉ પણ આ જ વિદ્યાર્થીની સામે આ પ્રકારની હરકત કરવામાં આવી હતી.

આયુર્વેદિક કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર કરી
કોલેજના પ્રિન્સિપાલ સ્વીટી રૂપારેલે જણાવ્યું હતું કે આ પ્રકારનો બનાવ કોલેજમાં બન્યો હતો. જેને લઇને તાત્કાલિક અસરથી પ્રોફેસરને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા એવી પણ માગ કરવામાં આવી હતી કે આ પ્રોફેસરની કોલેજમાંથી બદલી થવી જોઈએ. જેને લઇને અમે ઉપર પણ રજૂઆત કરી દીધી છે. જ્યારે આ બનાવને લઈને કોલેજમાં એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે દસ દિવસ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ પ્રોફેસર સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ મામલાને કોલેજમાં જ પૂરો કરી દેવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ નોંધવા પામી નથી. ઉલ્લેખનીય છે કે કોલેજોમાં ગુરુ શિષ્યના સંબંધો લજવાઇ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ આ પ્રકારના બનાવ ન બને તેને લઈને દાખલો બેસાડવામાં આવે તેવી કાર્યવાહી કરશે કે પછી આ પ્રકારના બનાવો વધે તેની રાહ જોશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.