ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર પ્રિતેશ દવે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરના રહેવાસીઓને પ્રશ્નો પૂછવામાં આવશે કે, ગાંધીનગર સીટી રહેવા લાયક છે કે, નહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કઈ રીતની છે. લિવિંગ ઓફ ઇન્ડેક્સ કઈ રીતનો છે. તમામ મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત થાય છે કે, નહીં આવા તમામ પ્રશ્નો ગાંધીનગરના નાગરિકોને પુછવામાં આવશે.
આ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે જે લોકો ઓનલાઇન સુવિધા મેળવવા નથી માગતા. તે લોકોને કોર્પોરેશન ઓફિસથી ઓફલાઇન ફોર્મ પણ મળવાને પાત્ર થશે. ત્યારબાદ 15 દિવસની અંદર એટલે કે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આ તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન હોટલમાં ફક્ત એક વ્યક્તિ એક જ વખત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. જ્યારે મોબાઈલ પર ઓટીપી બાદ પ્રશ્નોત્તરી જમા થશે.
આમ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વેને આધારે આગામી સમયમાં ગાંધીનગરને લિવિંગ of ઇન્ડેક્સનો ક્રમાંક આપવામાં આવશે. આ સાથે જ સ્માર્ટ સિટી બાબતની પણ વધુ ચર્ચા વિચારણા કરીને વધુ વિકાસ કરવામાં આવશે.