ETV Bharat / state

ગુજરાતના બજેટ 2020-21ને મુખ્ય પ્રધાને આવકાર્યુ - Chief Minister

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ખેડૂતોને ખેતરમાં જ નાના ગોડાઉન મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અન્વયે બનાવી આપવા એક યુનિટના રૂ. 30 હજારની સહાય અપાશે તેની પણ ભૂમિકા આપી હતી. પશુપાલન સેકટરની આ બજેટની જોગવાઈ અંગે કહ્યું કે, મુખ્યમંત્રી પશુદાણ યોજના પણ સરકાર લાવી છે. પશુના વિયાણ દરમિયાન એક માસ માટે પશુપાલકને કુલ 150 કિલો ગ્રામ પશુદાણ ખરીદી પર 50 ટકાની સહાય અપાશે.

the-budget-2020-welcomes-the-chief-minister
બજેટ 2020ને મુખ્ય પ્રધાને આવકાર્યું
author img

By

Published : Feb 26, 2020, 9:40 PM IST

Updated : Feb 26, 2020, 11:15 PM IST

ગાંધીનગરઃ APMCમાં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડયા ન રહે, બગડી ન જાય તે માટે APMCને 500 મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. તેમજ પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે. પાંજરાપોળોને અપ્રગેડ કરવા એક વખતની સહાયરૂપે કુલ રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છને 1 મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન માટે રૂ. 1084 કરોડ ફાળવીને કચ્છ પાણી ક્ષેત્રે સેલ્ફ સફીસીયન્ટ બને તેવી નેમ છે.

સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુકત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. 56 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે મહાનગરોના અંદાજે 1.20 લાખ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય માટે રૂ. 50 કરોડની જોગવાઈથી સમાજના અંતિમ વર્ગના માનવીના હિતનો વિચાર કરવામાં આવ્યો છે.

ગુજરાતના બજેટ 2020-21ને મુખ્ય પ્રધાને આવકાર્યુ

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. 10માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. તેમજ બાંધકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ. 7500ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ કુલ ચાર માસ સુધી માસિક રૂ. 5 હજારની સહાય આપવામાં આવશે. શ્રમિક કલ્યાણલક્ષી યોજનાને આવકારી હતી. 7 વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાર્પેટ ન થયા હોય, તેવા બાકી રહેતા રસ્તાઓના રિસરફેસીંગ માટે તેમજ નબળા કે જર્જરિત પુલોનું મજબૂતીકરણ કે પુનઃબાંધકામ કરવા માટે બજેટમાં કરવામાં જે ફાળવણી કરવામાં આવી છે, તે મહત્વપૂર્ણ ગણાવી હતી.

રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણા ખાતે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે કરવામાં આવેલી જોગવાઈથી આ સ્થળોનો વિકાસ વધશે. દેશ-વિદેશમાં વસતી નવી પેઢી ગુજરાત વિશે સૂપેરે પરિચિત થાય તે માટે ‘ગુજરાતને જાણો’ નામની નવી યોજના અંતર્ગત વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે, તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવાની પહેલને આવકારી હતી. ટુરિઝમ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ આ બજેટમાં ભાર આપવામાં આવ્યો છે. ઉપરકોટ, બાલાસિનોરનો ડાયનાસૌર પાર્ક, શિવરાજપુર બ્રિજ અને અમરેલીમાં આંબરડી સફારી પણ ટુરિસ્ટ સેન્ટર બને તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Last Updated : Feb 26, 2020, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.