ETV Bharat / state

આંગણવાડી બહેનોનો સરકાર સામે હલ્લાબોલ, વિવિધ માંગણીઓને લઈને 5 હજાર જેટલી બહેનોનું પ્રદર્શન - ગાંધીનગર ન્યૂઝ

રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે અનેક જગ્યા અનેક વિભાગોમાં ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે, અને તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે. હવે આ ટેકનોલોજીના વ્યાપના વિસ્તારમાંથી આંગણવાડી બહેનો પણ બાકાત રહી નથી. આંગણવાડી બહેનો સારી રીતે અને વહેલું કામ કરે તેના માટે મોબાઈલ આપવામાં આવ્યાં છે, પરંતુ મોબાઈલ જ બરાબર કાર્ય ન કરતા હોવાથી આજે આંગણવાડી બહેનોએ સરકારને મોબાઈલ પરત કર્યા હતા અને પોતાની પડતર માંગને લઈને ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

5 હજાર જેટલી આંગણવાડી બહેનોનો સરકાર સામે હલ્લાબોલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 7:01 AM IST

વિવિઘ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે આંગણવાડી બહેનોનું પ્રદર્શન

ગાંધીનગર: અંગણવાડી બહેનો છેલ્લા 2 દિવસ થી પુન્દ્રાસણ ગામે એકત્રિત થઈને સરકારનો વિરોધ કરી રહી છે. પગાર વધારાની માંગ અને પગાર કપાતની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે અનેક જિલ્લામાંથી આંગણવાડીની બહેનો ગાંધીનગરના કલોલની પાસે આવેલ પુનરાસણ ગામ ખાતે એકત્રિત થઈ હતી, અને આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ઝડપથી કામ કરવા માટે આપેલ મોબાઈલ અને સીમકાર્ડ ફરીથી રાજ્ય સરકારને સુપ્રત કર્યા હતા. જે અંતર્ગત આંગણવાડી કર્મચારી એવા સીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, અમે સમયસર કામ કરીએ છીએ પરંતુ મોબાઇલ યોગ્ય રીતે કામ કરતા નથી. જેથી અધૂરું કામ હોવાનો રિપોર્ટ જમા થાય છે અને તેના કારણે જ અમારા પગાર કપાઈ જાય છે, અને આ જ કારણથી અમે મોબાઈલ અને સીમકાર્ડ કે જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા તે અમે જમા કરાવ્યા છે.

ગાંધીનગરના પુન્દ્રાસણમાં વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનોનું પ્રદર્શન

પુન્દ્રાસણ ગામમાં પ્રદર્ષન: ગાંધીનગરના કલોલ પાસે આવેલ પુન્દ્રાસણ ગામની સીમમાં સમગ્ર અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની 5000 બહેનોની પડતર પ્રશ્ન અને માગણીઓને લઇ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા 35 દિવસ થી પડતર માગણી ઓને લઈને કરી આંદોલન કરવામાં આવ્યું રહ્યું છે. જેમાં કર્મચારી બહેનો માનદ વેતન દૂર થાય અને કાયમી વેતન અમલી બને, 45 વર્ષની વય મર્યાદા દૂર કરી હેલ્પર કાર્યકરને પ્રમોશન આપવું, સમયસર પગાર મળવો, ઉપરાંત મસાલા, રાંધણ ગેસ બિલ ,આંગણવાડી મકાન ભાડું, સહિત વર્ષો જૂની માગણી પુરી કરવા માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે.

સરકારી મોબાઈલ પરત કર્યા: આંગણવાડી બહેનોના આગેવાન નેહલ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ભાવનગર ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ નિર્ણય ન આવતા અમે ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગર આંદોલન કરવાનું હતું, પરંતુ ગાંધીનગર શહેરમાં 144 ની કલમ લાગું હોવાના કારણે ગાંધીનગર શહેરમાં રહેવા ન દીધા અને તેના કારણે જ અમે ગાંધીનગર અને કલોલની વચ્ચે આવેલ પુન્દ્રાસણ ગામમાં એકઠા થવાનો નિર્ણય કર્યો. જ્યારે આજે 50 જેટલી મહિલાઓ ભેગી થઈને ગાંધીનગર શહેરમાં આવેલ એમએસ બિલ્ડીંગ ખાતે મોબાઈલ પરત કર્યા હતા.

  1. ગુજરાતમાં ખેડૂતો સહાયથી વંચિત ; કૃષિ વિભાગ જ ખેડૂતો માટે પાક સહાય યોજના લાવે : અમિત ચાવડા
  2. ખેડૂતોને સહાયની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે - ઋષિકેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.