ગાંધીનગર : 7 મે રવિવારના રોજ તલાટીની પરીક્ષા યોજવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે તલાટીની પરીક્ષામાં ડમી કાંડ ના થાય તે માટે કડક વ્યવસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ માટે ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા ત્યારે મુખ્ય દરવાજા પાસે બોડી વોર્ન કેમેરાથી ચેકીંગ કરવામાં આવશે. જેનું વિડીઓ રેકોર્ડિંગ રાખીને નિમણૂક સમયે ધ્યાન રાખવામાં આવશે. જ્યારે ડમી ઉમેદવારોને પકડવા માટે ખાસ SOP તૈયાર કરવામાં આવી છે તે સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવી છે.
નવા કાયદા પ્રમાણે પરીક્ષા : ગુજરાત પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તલાટી પરીક્ષા બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા કાયદા પ્રમાણે જ આ તલાટીથી પરીક્ષા લેવાઈ રહી . જેમાં જે કોઈપણ વ્યક્તિ પેપર ફોડવાનો અથવા તો ગેરરીતિનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા પ્રમાણે સજા થશે.
આ પણ વાંચો |
માલમિલકતને વેચીને પણ દંડ વસૂલાશે : રાજ્ય સરકાર દ્વારા જે દંડની રકમ નક્કી કરવામાં આવી છે તે દંડની રકમ જે તે વ્યક્તિ અથવા તો આરોપીઓના માલમિલકતને વેચીને પણ રાજ્ય સરકાર વસુધી શકશે તેવો પણ કાયદો ઘડવામાં આવ્યો છે. આમ તલાટીની પરીક્ષા નવા કાયદા પ્રમાણે જ લેવામાં આવશે જ્યારે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને તથા ઉમેદવારો માટે ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારની માહિતી કોઈપણ વ્યક્તિ આપી શકશે.
તલાટી પરીક્ષા પાસ કરશો પણ FSL રિપોર્ટ બાદ નિમણૂક : ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે ડમીકાંડને રોકવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સાત તારીખના રોજ જેટલા પણ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. તેમાંથી જે ઉમેદવારો પાસ થશે અને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે તે દરમિયાન તેમના ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવશે અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. આમ વિડીયોગ્રાફી અને ફિંગર પ્રિન્ટના એફએસએલના રિપોર્ટ બાદ જ ઉમેદવારોને આખરી નિમણૂકપત્ર આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ડમી કાંડ કરશે તો તાત્કાલિક ધોરણે જ તેનું નિમણૂકપત્ર પણ રદ કરવામાં આવશે.
મલ્ટી પર્પઝના ઉમેદવારોને નિમણૂકપત્ર નથી અપાયા : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 3 મેના રોજ રાજ્યના નાણાંપ્રધાન કનું દેસાઈ, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ અને પંચાયતી પ્રધાન બચુ ખાબડના હસતે 10,000 જેટલા મલ્ટી પર્પઝની પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકપત્ર હતાં. પરંતુ પોલીસ તપાસમાં 16 જણાં ડમી ઉમેદવાર તરીકે હાજર રહ્યાં હતાં. જેમાંથી ચાર ઉમેદવાર તો પાસ થયા છે ત્યારે આ ચાર ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવ્યાં નથી અને તેઓ ભાવનગરના હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું.