ETV Bharat / state

બોટાદ લઠ્ઠાકાંડ મામલે તપાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ જોડાઇ - Botad Latthakand case

બોટાદ લઠ્ઠાકાંડનો( Botad Latthakand )મામલો ભારે ચર્ચામાં રહ્યો છે. આ ઘટનામાં 42 થી વધુ નાગરિકોના મૃત્યુ( People died in Latthakand incident)થયા છે. આ કેસમાં કોઈપણ વ્યક્તિ છટકી ન શકે તેને ધ્યાનમાં લઈને DGPએ આ સમગ્ર તપાસ નિરલિપ્ત રાયની અધ્યક્ષતા હેઠળ કરવા આદેશ આપ્યા છે. દેશી અને વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે વેચાણકર્તા વિરુદ્ધ કાર્યવાહી કેવી કરવામાં આવી છે. આ અંગેનો ડેટા જાહેર કરવામાં આવ્યા છે.

બોટાદ લઠ્ઠાકાંડ મામલે તપાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ જોડાઇ

author img

By

Published : Jul 30, 2022, 8:01 PM IST

ગાંધીનગર: અમદાવાદ અને બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ કાંડ ( Botad Latthakand )થયું છે. 42 થી વધુ નાગરિકોના મૃત્યુ થયા છે. આ સમગ્ર કેસની ઝીણવડ( People died in Latthakand incident)ભરી તપાસ થાય અને કોઈ પણ પાસા થી કોઈપણ વ્યક્તિ છટકી ન શકે તેને ધ્યાનમાં લઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ સમગ્ર તપાસ સુપર વિઝન સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપ્યું છે જે અંતર્ગત હવે આ સમગ્ર કેસની તપાસ નિરલિપ્ત રાયની અધ્યક્ષતા હેઠળ થશે.

આ પણ વાંચોઃ ડ્રોનની મદદથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ

અનેક આરોપીઓ પોલીસ પકડથી દૂર - દેશી દારૂના બદલે કેમિકલ પીવડાવીને અનેક લોકોના ઘર બુટલેગરએ બરબાદ(Botad Latthakand case) કર્યા છે. ગુજરાત પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે વેચાણકર્તા વિરુદ્ધ કાર્યવાહી કેવી કરવામાં આવી છે તે અંગેનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 1 જાન્યુઆરીથી જૂન 2022 સુધીમાં રાજ્ય સરકારની પોલીસે 69,924 જેટલા ગુનાઓની નોંધ કરી છે. જે અંતર્ગત 66,393 જેટલા આરોપીઓને પકડીને 6,01,234 દારૂનો જથ્થા સાથે 693 વાહનો સહિત 3,48,92,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. જ્યારે વિદેશી દારૂમાં 4838 વાહનો સહિત કુલ 85,49,76,784 મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર વિરુદ્ધ કુલ 7,658 જેટલા ગુનાઓની નોંધ કરવામાં આવી છે. પાસા હેઠળ કુલ 314 જેટલા બુટલેગરોને મોકલી આપવામાં આવે છે, જ્યારે 173 જેટલા બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Surat BJP : સુરતમાં ભાજપ નેતાઓનો દારુની મહેફિલના વાયરલ વિડીયોએ રાજકારણ ગરમાવ્યું

દારૂની ખેતીમાં પોલીસ સંડોવાયેલી હોય તેવી શક્યતા - અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ ગ્રામ્યમાં થયેલા લઠ્ઠાકાંડમાં મુખ્ય આરતી પીન્ટુની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં પોલીસને તપાસના અર્થે પીન્ટુના મોબાઈલ માંથી દક્ષિણ ગુજરાતના આઈપીએસ અધિકારીઓના નંબર પણ પ્રાપ્ત થયા છે. દારૂની ખેતીમાં પોલીસ અધિકારીઓ હોવાની શંકાના આધારે જ મળતી માહિતી પ્રમાણે રાજ્યના પોલીસ વડા દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલી હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.