ગાંધીનગર સુરક્ષાની દ્રષ્ટિએ ભારત પાસે આર્મી, એરફોર્સ અને નેવી ( Indian Navy ) એમ ત્રણેય પાંખ કાર્યરત છે, ત્રણેય સુરક્ષા પાંખોની જવાબદારી પણ ખૂબ જ મોટી અને મહત્વની છે. મહત્વની વાત કરવામાં આવે તો ઇન્ડિયન નેવી દ્વારા દરિયાની અંદર ત્રણથી છ મહિના સુધી એક જ શિપમાં અથવા તો સબમરીનમાં સમય કાઢવાનો હોય છે. ત્યારે સબમરીનની અંદર ( Submarine Demonstration ) કઈ રીતની વ્યવસ્થા હોય છે, સબમરીન કઈ રીતે કાર્યરત હોય છે તે બાબતે જુઓ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 ( Defexpo 2022 in Gandhinagar ) માંથી ETV Bharat નો વિશેષ અહેવાલ.
સબમરીનના અંદરના દ્રશ્યો ભારતની સબમરીન ડેમોન્સ્ટ્રેશનની ( Submarine Demonstration ) અંદરની વાત કરવામાં આવે તો દરિયાની નીચે અમુક નોટિકલ માઈલ અને મીટરમાં તેને મૂકવામાં આવે છે અને અનેક અધિકારીઓ તેની અંદર હાજર પણ હોય છે. મહત્વની વાત કરવામાં આવે તો દુશ્મન જો સબમરીન પર હુમલો કરે તો તાત્કાલિક ધોરણે સબમરીનના અધિકારીને તેના અવાજ ઉપરથી ખબર પડે છે કે દુશ્મન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એ સાથે ગણતરીની જ મિનિટમાં સબમરીનને દરિયાની ઉપર લાવવામાં આવે છે અથવા તો જે જગ્યા ઉપર હોય તેનાથી નીચે પણ લઈ જવામાં આવે છે. ત્યારે સબમરીન જે જગ્યાએથી ઓપરેટ થાય છે તેના આ દ્રશ્યો તમે ETV Bharat ભારતના ખાસ અહેવાલમાં જોઈ શકો છો કે સંપૂર્ણ લાલ કલરથી એટલે કે લાલ લાઈટ સાથે સબમરીન કાર્યરત હોય છે.
રડાર મિસાઈલ લોન્ચ કરવામાં ભારતીય બનાવટની મશીનરી નેવીના લેફ્ટનન્ટ વિક્રમ શર્માએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સબમરીનમાં ( Submarine Demonstration ) રડાર અને મિસાઈલ લોન્ચ કરવા માટે જે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે ,તે સંપૂર્ણ ભારતીય બનાવટની સિસ્ટમ છે, તે એકદમ સંપૂર્ણ સુરક્ષિત પણ છે. ગાંધીનગરના ડિફેન્સ એક્સ્પો ( Defexpo 2022 in Gandhinagar ) ખાતે સબમરીનનું એક ડેમોસ્ટ્રેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સબમરીનની અંદર કઈ રીતના અનુભૂતિ થાય છે તે પણ લોકોને બતાવવામાં આવી રહી છે. સબમરીનની અંદર જ જે રડાર સિસ્ટમ છે, ફાયરિંગની સિસ્ટમ છે, મિસાઈલ છોડવાની સિસ્ટમ છે તેને પણ બતાવવામાં આવી રહી છે.
એરફોર્સના ડ્રોન, હેલિકોપ્ટર અને મિસાઈલ આકર્ષણનું કેન્દ્ર ડિફેન્સ એક્સપો ( Defexpo 2022 in Gandhinagar ) ખાતે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એરફોર્સના ડ્રોન હેલિકોપ્ટર અને મિસાઇલ પણ આકર્ષણના કેન્દ્ર રહ્યા હતાં. મહત્વની વાત કરવામાં આવે તો એરફોર્સ દ્વારા કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટરનું શું મહત્વ હોય છે અને હેલિકોપ્ટરમાંથી કેવા પ્રકારના નજારો જોવા મળે છે તે અંગેે પણ એક પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. ડિફેન્સ એક્સપોમાં આ સાથે જ અનેક મિસાઈલ પણ આકર્ષણની કેન્દ્ર બની હતી. આ તમામ વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા હોવાનું પણ સામે આવ્યું છે.