નાયબ મુખ્યપ્રધાને આ અંગે જણાવ્યું હતુ કે ગ્રેચ્યુટીના નિયમ પ્રમાણે અગાઉ ફક્ત 10 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી મળવાપાત્ર હતી. પરંતુ, કેંન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે પણ દસ લાખની મર્યાદાની જગ્યાએ 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ લાભ બોર્ડ નિગમ અને કોર્પોરેશન સહિત તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા મળેલી ખાસ દરખાસ્તને મંજૂરી આપી GIDC અને ગેડાના કર્મચારી અને અધિકારીઓને રૂપિયા 10 લાખની મર્યાદાને બદલે રૂપિયા 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી પ્રાપ્ત થશે.
15 ઑગસ્ટ પહેલા સરકારની આ જાહેરાતથી કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.