ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં દેશ અને રાજ્યની સુરક્ષા માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જામનગર ખાતેના એરફોર્સ સ્ટેશન પાસે નવી રડાર સિસ્ટમ ઉભી કરવા માટે જમીનની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા એરફોર્સની જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન ઉપર એરફોર્સ દ્વારા નવી રડાર સિસ્ટમ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નવી રડાર સિસ્ટમ માટે અનેક વખત ચર્ચાઓ થઇ હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા જમીન આપવા બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. જોકે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં એરફોર્સ માટે નવી રડાર સિસ્ટમ બનાવવાની જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એરફોર્સની નવી રડાર સિસ્ટમ બાદ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં બીજો પણ મહત્વનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં રાજકોટ ખાતે બની રહેલી એમ્સ હોસ્પિટલની જમીન કે જે અગાઉ રાજ્ય સરકારે ફાળવી હતી તે જમીન ઉબડ ખાબડવાળી હોવાના કારણે ત્યાં બાંધકામ કરવું મુશ્કેલ હતું, તેથી રાજ્ય સરકારે ફાળવેલી જમીનની બાજુમાં જ 40 વીઘા જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેબિનેટમાં મહત્વનો નિર્ણય, એરફોર્સની નવી રડાર સિસ્ટમ માટે સરકારે જમીન ફાળવી - રાજ્ય સરકારે એરફોર્સની નવી રડાર સિસ્ટમ માટે જમીન આપી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ, જામનગર ખાતે એરફોર્સની નવી સિસ્ટમ બનાવવા માટે રાજ્ય સરકારે જમીન ફાળવણીની મંજૂરી આપી છે.