ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી (2022 Gujarat Legislative Assembly) કાળ દરમિયાન રાજ્યના પશુ દવાખાનાઓમાં પશુચિકિત્સા અધિકારીઓ પટાવાળા, ડ્રેસર, વર્ગ 2 થી વર્ગ-4 સુધીની જગ્યાઓ ખાલી છે. જે બાબતે વિપક્ષ દ્વારા અનેક પ્રકારાના પ્રશ્નો (Recruitment at Animal Treatment Center) રાજ્ય સરકારે પણ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે આ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બાકી રહેલી ખાલી જગ્યા પર ગુજરાત સેવા આયોગ દ્વારા 170 જેટલી જગ્યા પર સત્વરે ભરતી કરવામાં આવશે.

460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત
રાજ્યના પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પશુપાલકો પશુઓને સારવાર આપવા માટે સંવેદના દાખવી પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારે રાજ્યમાં 460 જેટલા મોબાઇલ પશુ દવાખાના (Veterinary Hospitals in Gujarat) કાર્યરત છે. જ્યારે વિધાનસભા ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત પશુ દવાખાના પ્રત્યુત્તર આપતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પશુ દવાખાના કાર્યરત છે. તેના છેલ્લા બે વર્ષમાં 74,656 પશુઓને સારવાર આપવામાં આવી છે. આમ 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના હેઠળ અબોલ પશુઓને ઘર બેઠા સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!
4500 વધુ ગામડાઓનો સમાવેશ
રાઘવજી પટેલે વધુમાં (Gujarat Legislative Assembly) જણાવ્યું હતું કે, આ દવાખાના દ્વારા રવિવાર સિવાય 7:30 સાંજના સાત વાગ્યા સુધી વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ 4500 થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આકસ્મિક સંજોગોમાં પશુઓને સારવાર મળી રહે તે માટે સરકારે 1962 ટોલ ફ્રી નંબર કાર્યરત કરેલા છે. જેના દ્વારા પણ પશુઓને સારવાર આપવામાં આવે છે. રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં આદિજાતિ પછાત વિસ્તારમાં વિશેષ પ્રકારનું ધ્યાન આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Mevani on Gujarat Budget 2022 : આ બજેટ યુવાઓની ઉપેક્ષા કરતું હોવાનું જણાવતાં જિગ્નેશ મેવાણી
ખાલી જગ્યાઓ પર થશે ભરતી
વિધાનસભા ગૃહમાં ખાલી જગ્યાઓ બાબતે (Discussion on Recruitment in Legislative Assembly) પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે પશુ દવાખાના મંજૂર મહેકમ જૂનાગઢ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2 ની 27 જગ્યાઓ એડ્રેસની 6 જગ્યાઓ (Vacancy in Veterinary Treatment Center) અને પટાવાળાની 20 જગ્યાઓ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારી 28, ડ્રેસરની 11 અને પટાવાળાની 15 જગ્યાઓ છે. જ્યારે બાકી રહેતી 170 જેટલી જગ્યા પર રાજ્યની પશુચિકિત્સા વ્યવસ્થા વધુ સુદ્દઢ કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કરવામાં આવશે.