વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સરકારી કાર્યક્રમમાં સરકારે ભાડે લીધેલી S.T. બસની ચૂકવણી કેટલી બાકી છે. જેના જવાબમાં રાજ્યસરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2017-18માં કુલ ભાડા પેટે રૂપિયા 4,31,84,151 રૂપિયા ભાડું ચૂકવાનું બાકી છે. જ્યારે વર્ષ 2018-19માં 89,78, 424 રૂપિયા ભાડું S.T. વિભાગને ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે બાકી રહેતા નાણાં ક્યારે વસુલ કરવા અને કેવી રીતે વસુલ કરવા તે અંગેના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, S.T. નિગમે સરકારને પત્ર લખીને નાણાં વસુલવાની કાર્યવાહી કરી છે. જ્યારે રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગ દ્વારા યુવા સંમેલન, યોગા દિવસ, દિવ્યાંગ સહાય વિતરણ, ઉજવલા યોજના, જેવા કાર્યક્રમોમાં બસો ભાડે લીધી હતી.
એક બાજુ સરકાર S.T. નિગમને બાકી રહેલુ ભાડું ચૂકવતા નથી. ત્યારે બીજી બાજુ સરકાર ખાનગી બસ ઓપરેટરો પાસે બસ ભાડે કરે છે. ખાનગી બસ ઓપરેટરોને સરકાર દ્વારા 16.60 પૈસાથી 26.37 રૂપિયાના દરે બસ ભાડે લેવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 160 જેટલી બસો 5 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ પર લીધી છે.