SAI સંસ્થાના અધિકારીઓને તો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ફરકી રહ્યો છે, તેની પણ ખબર ન હતી. જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યુ કે, નીચેથી દેખાતું નથી કે ધ્વજ ફાટેલો છે. હવે અમે સિક્યુરિટી સાથે વાત કરીને તેને ઉતારી લેવડાવીશું. સરકારી ભવન પર ધ્વજ રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. ધ્વજને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે-ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે.
ધ્વજને ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે, ધ્વજને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામા આવવો જોઈએ. જ્યારે પણ ધ્વજ કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. ફાટેલો કે, મેલો ધ્વજ ફરકાવવામાં આવતો નથી. ધ્વજ ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે, ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. ધ્વજ પર કંઈ પણ લખેલુ કે, છપાયેલુ ન હોવુ જોઈએ.
રાષ્ટ્રીય ધ્વજને લઈને નિયમ બનાવેલા હોવા છતાં, મહિને લાખો રૂપિયાનો પગાર રડતા અધિકારીઓને તેનું ભાન પણ નથી. આ બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર વિરસિંગ ચૌહાણ સાથે વાત કરતા તેમણે નફ્ફટ બનીને જવાબ આપતા કહ્યું કે, ધ્વજ ફાટેલી હાલતમાં છે તે અમને ખબર નથી. સિક્યુરિટી સાથે વાત કરીને ધ્વજને ઉતારી લેવડાવીશુ. જાણે કંઈ બન્યું જ નથી તેવી રીતે જવાબ આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભજન કચેરી ઉપર લગાવેલો ધ્વજ સૂર્યાસ્ત પછી ઉતારવામાં પણ આવતો નથી. અધિકારીઓ માત્ર પગાર કમાવવા આવતા હોય તેવું જોવા મળી રહે છે. સરકાર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે, કેમ તે જોવાનું રહ્યુ !!