ગાંધીનગર: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજે ની ખરાબ કામગીરી સામે આવી છે અને હવે તેને તોડી પાડવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજની કામગીરી બાબતે સરકાર હવે કટિબદ્ધ બની છે આ દરમિયાન આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
અધિકારીઓ સસ્પેન્ડ: એજન્સી બ્લેક લિસ્ટ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ આજે 14 જૂન બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી. આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના બાંધકામ મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ હોવાનું જણાતા મુખ્યપ્રધાનએ જવાબદાર અધિકારીઓ સામે સખ્તાઈથી પેશ આવવાનો નિર્ણય કર્યો છે. પૂલની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી પર ઉતારવાના આદેશો કર્યા છે. આ ઉપરાંત બાંધકામમાં કોન્ક્રીટની યોગ્ય ગુણવત્તા ન જાળવવા માટે આ પૂલના ઇજારદાર અક્ષય કન્સ્ટ્રકશન, સુરતને બ્લેક લિસ્ટમાં મૂકવાનો અને નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય પણ સીએમ દ્વારા કરવામાં આવ્યો છે.
બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન: ગુજરાતમાં 24 બ્રિજ ખતરનાક રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે તારીખ 7 જુનના રોજ નિવેદન આપ્યું હતું કે, મોરબીની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. કુલ 35,700 જેટલા બ્રિજને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ ઇન્સ્પેક્શન દરમિયાન 12 જેટલા બ્રિજ ભઈજનક પરિસ્થિતિમાં હતા ત્યારે આવા બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અન્ય 12 બ્રિજ જે રીપેરીંગ ને લાયક હતા તેવા બ્રીજોનું રેટ્રોફીટીંગ કરીને સમારકામ કરવામાં આવ્યું છે.
45 કરોડના ખર્ચે ફરીથી તૈયાર: ગુજરાત સરકાર નવા બ્રિજ બનાવશે: રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર આવનારા દિવસોમાં 145 કરોડના ખર્ચે 24 નવા ફૂલો તૈયાર કરશે ઉલ્લેખનીય છે કે, 24 છે. બ્રિજમાં 12 બ્રિજ ભયજનક અને બહાર જેટલા બ્રિજનું રીપેરીંગ કરીને અત્યારે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ 24 બ્રિજ નું 145 કરોડના ખર્ચે ફરીથી તૈયાર કરવામાં આવશે. પરંતુ કેટલા સમયગાળા દરમિયાન આ બ્રિજ તૈયાર કરવામાં આવશે અને બ્રિજને સંપૂર્ણ રીતે ક્યારે તોડવામાં આવશે તે બાબતે ઋષિકેશ પટેલે કોઈ જ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું.