- પત્ની અને પ્રેમી વચ્ચે એક વર્ષથી ચાલતું હતું અફેર
- કલોલ મોટી ભોંયણ ગામે બની આ ઘટના
- સમગ્ર મામલો સાંતેજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ગાંધીનગર: કલોલ મોટી ભોંયણ ગામે આ ઘટના બની હતી. પતિ તેના કુટુંબીજનો સાથે ચોટીલા ગયો હતો અને પત્નીએ આ મોકાનો ફાયદો લઈ પોતાના પ્રેમીને તેના ઘરે બોલાવ્યો હતો. આ પ્રેમી પંખીડા એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા આ એકલતાનો લાભ લઇ બંને પ્રેમીના ઘરે મળ્યા હતા પરંતુ આ દરમિયાન થોડી વારમાં જ દરવાજો ખખડાવવાનો આવાજ આવતા આ બન્ને ગભરાઇ ગયા હતા. દરવાજો ખોલતા જ તેમની સામે તેમના સગા વ્હાલાઓ ઉભા હતા. જો કે એ સમયે પતિ ન હોતો. આ જોઈ સમગ્ર ભાંડો ફૂટયો હતો દિયર સહિતના સગાવહાલાઓએ પતિને પણ આ વાતની જાણ કરી હતી.
આ પણ વાંચો: ભરૂચના કેબલ બ્રિજ પરથી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ
પત્નીને પ્રેમી સાથે જોતા પ્રેમીને ઢોર માર માર્યો
પ્રેમિકા અને 30 વર્ષીય ગામમાં જ રહેતા યુવક વચ્ચે એક વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. આ વાતથી પતિ સહિત ઘરના લોકો પણ આ વાતથી અજાણ હતા. જેથી પત્ની અને તેનો પ્રેમી એકબીજાને ચોરીછૂપીથી અવારનવાર મળતા હતા અને ફોન પાર અવાર નવાર વાતો કરતા હતા. મારા પતિ અને ઘર પરિવારજનો ચોટીલા જવાના છે તેવું પત્નીએ તેના પ્રેમીને ફોન પર કહ્યું હતું. જેથી આયોજન મુજબ પ્રેમી ઘરે આવ્યો હતો અને બંને ઘરમાં એકલા જ હતા થોડીવાર પછી પ્રેમિકાનો દિયર અને તેમના સગા વ્હાલાઓ રંગે હાથે આ બંનેને પકડ્યા હતા, ત્યારબાદ પતિને પણ તેમને બોલાવ્યો હતો. જેથી આઠ લોકોએ મળી પ્રેમીને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: એક જ કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીએ કર્યો આપઘાત
પ્રેમીને સારવાર માટે સિવિલ લવાયો, પતિ સહિત 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પ્રેમિકાનો પતિ ઘરે આવતા મામલો વધુ બિચકાયો હતો અને પ્રેમીને વધુ માર મારવામાં આવ્યો હતો. જેથી પ્રેમીએ બૂમાબૂમ કરતા આજુ-બાજુના લોકો ભેગા થઇ ગયા હતા પ્રેમીના પરિવારજનોને પણ આ વાતની જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પ્રેમીના પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ તેને લઈ આવ્યા હતા. પ્રેમીએ માર મર્યાનો પોલીસ મથકમાં પ્રેમિકાના પતિ સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં આ વાત પણ સામે આવી હતી.