ETV Bharat / state

ત્રણ બાળક હોવાનું ખોટું સર્ટી આપીને સરપંચને સસ્પેન્ડ કરાયા, જૂઓ અનોખી ઘટના - Dudhahpura village of Panchmahal

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ (Gujarat Election Commission)દ્વારા એક ખાસ શરત મૂકવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ ઉમેદવાર ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતો હશે તો તેઓ ઉમેદવારી કરી શકશે નહીં. પંચમહાલ જિલ્લાના દુધહાપુરા ગામના સરપંચને સુરેશ રાઠવાને ફક્ત 2 બાળકો હોવા છતાં તેઓને સસ્પેન્ડ(Sarpanch of Dudhapura village suspended) કરવામાં આવ્યા છે.

ત્રણ બાળક હોવાનું ખોટું સર્ટી આપીને સરપંચને સસ્પેન્ડ કરાયા, જૂઓ અનોખી ઘટના

author img

By

Published : Jul 13, 2022, 4:50 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ (Gujarat Election Commission)દ્વારા એક ખાસ મહત્વની શરત મૂકવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ ઉમેદવાર ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતો હશે તો તેઓ ઉમેદવારી કરી શકશે નહીં. ત્યારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ખાતે આવેલ દુધાપુરા ગામના સરપંચને સુરેશ રાઠવાને ફક્ત 2 બાળકો હોવા છતાં તેઓને સસ્પેન્ડ (Sarpanch of Dudhapura village suspended)કરવામાં આવ્યા છે, ત્યારે શું છે સમગ્ર ઘટના જૂઓ આ એહવાલમાં.

સરપંચને સસ્પેન્ડ કરાયા

ત્રણ બાળકો હોય તો ઉમેદવારી થઈ શકે નહીં - ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Local Self Government Elections )ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિને ત્રણ અથવા તો સૌથી વધુ બાળકો હોય તો તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે નહીં, ત્યારે દુધાપુરા ગામના સરપંચ સુરેશ રાઠવા ની ત્રણ બાળકો નથી તેમ છતાં પણ ત્રણ બાળકો જાહેર કરીને તલાટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે.

સરપંચને સસ્પેન્ડ કરાયા
સરપંચને સસ્પેન્ડ કરાયા

જૂની તારીખમા કરાઈ એન્ટ્રી - આ સમગ્ર ઘટના બાબતે દુધાપુરા ગામના સરપંચ સુરેશ રાઠવા ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જે તે સમયે વર્ષ 2015માં રાજ્ય સરકારના જન્મ નોંધણી દરમિયાન કુલ 24 બાળકોની જ ઓનલાઇન એન્ટ્રી થઈ હતી ત્યારે વર્ષ 20021 માં તલાટી દ્વારા વર્ષ 2015 ના રજીસ્ટરમાં જૂની તારીખમાં ત્રીજા બાળકની એન્ટ્રી કરવામાં આવી છે. આ બાળક મારુ હોવાનું બતાવવામાં આવ્યું છે, જ્યારે આ બાળક મારુ છે જ નહીં પરંતુ મારા મોટાભાઈનું બાળક મારા નામે બતાવવામાં આવ્યું ને મારે સરપંચ પદેથી હટાવવાની કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સાવરકુંડલાના થોરડી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા

એક જ બાળક ની 2 જગ્યાએ એન્ટ્રી - સુરેશ રાઠવા સાથે નિકાસ 25માં જણાવ્યું હતું કે તલાટી દ્વારા જે ત્રીજું બાળક મારા નામનો દર્શાવવામાં આવ્યું છે તે બાળક મારું નહીં પરંતુ મારા મોટાભાઈનું બાળક છે અને તેનો જન્મ 17 જાન્યુઆરી 2016ના રોજ અનંત પ્રસ્તુતી ગૃહ હાલોલમાં થયો હતો અને ત્યાં નોંધ પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે. હાલોલ નગરપાલિકામાં પણ આ બાળક ના જન્મની નોંધણી કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2015માં ફક્ત 24 બાળકોની એન્ટ્રી દુધપુરા ગામ પંચાયતમાં થઈ હતી, જેની જે તમામ એન્ટ્રી ઓનલાઇન છે તેમ છતાં પણ તલાટીએ જૂની તારીખમાં બળોના જન્મની એન્ટ્રી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક જ બાળકની અલગ અલગ 2 જગ્યાએ જન્મ એન્ટ્રી અને 2 પિતા હોવાનું સરકારી રેકોર્ડમાં હોવાનુ દુધાપુરાના સસ્પેન્ડ થયેલા સરપંચ સુરેશ રાઠવાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે એક બાળકના 2 અલગ અલગ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યો છે જેમાં એક પ્રમાણપત્રમાં 18 ડિસેમ્બર 2015 જન્મ તારીખ અને બીજામાં 17 જાન્યુઆરી 2016માં જન્મ થયો હોવાનું સામે આવે છે.

આ પણ વાંચોઃ અંબાજીમાં સરપંચને સત્તાનો દુરુપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા

એક તરીખે ડેટા એન્ટ્રી થઈ, બન્ને દાખલાનું લોગીન અલગ અલગ - સુરેશ રાઠવાએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે એક જ બાળકના જન્મની ડેટા એન્ટ્રી એક જ તારીખે અલગ અલગથી કરવામાં આવી છે જ્યારે વર્ષ 2018માં જે તલાટી ગામમાં ફરજ બજાવતા હતા તેઓએ વર્ષ 2015માં જઈને જન્મની એન્ટ્રી કરી છે. આ સમગ્ર બાબતે ત્રણ બાળકો હોવાના પુરાવા થતા સરપંચ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ સરપંચના કહેવા પ્રમાણે તેઓને ફક્ત બે જ બાળક છે જ્યારે ત્રીજું બાળક એ તેમના મોટાભાઈનું બાળક છે. આ બાબતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકારમાં પણ સસ્પેન્ડ થયેલા સરપંચે અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.