ETV Bharat / state

સરપંચને ગામના મતદારો ચૂંટે છે, તો દૂર કરવાની સત્તા ગ્રામસભાને હોવી જોઈએ: સરપંચ એસોસિયેશન - સરપંચ એસોસીએશન

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સરપંચ એસોસિયેશન દ્વારા પોતાની માંગણીઓને લઈને સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના સરપંચો દ્વારા સરકાર સામે બાયો ચઢાવવામાં આવી રહી છે, ત્યારે રવિવારે ગાંધીનગર શહેરમાં સરપંચ એસોસીએશનની કારોબારીની મીટીંગ મળી હતી.

સરપંચ એસોસીએશનની કારોબારીની મીટીંગ
author img

By

Published : Sep 8, 2019, 5:08 PM IST

ગુજરાત રાજ્યના ધારાસભ્યો દ્વારા અવારનવાર પગાર વધારવાની માગ કરવામાં આવે છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એક થઈને પગાર વધારો કરી દેતા હોય છે, ત્યારે રાજ્યના સરપંચો દ્વારા છેલ્લા બે વર્ષથી પગાર સહિતની માગ કરવામાં આવી રહી છે. આજે રવિવારે ગાંધીનગર શહેરમાં જન અધિકાર સંઘના નેજા હેઠળ સરપંચ એસોસીએશનની કારોબારીની વરણી, આગામી સમયમાં સરકાર સામેની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી. સરપંચ એસોસિયેશન દ્વારા આગામી સમયમાં રાજ્યના તમામ સરપંચોને એક મંચ ઉપર લાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

સરપંચને ગામના મતદારો ચૂંટે છે, તો દૂર કરવાની સત્તા ગ્રામસભાને હોવી જોઈએ: સરપંચ એસોસિયેશન

જામનગરના બાબુભાઈ વાગડિયાએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સરપંચ એસોસિએશન પોતાને માંગણીઓને લઈને આગળ આવી રહી છે. થોડા સમય પહેલા ગાંધીનગર પાસે અડાલજમાં રાજ્યનું સૌથી મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારે સત્તાની રૂએ સંમેલન થવા દીધું ન હતું. પરંતુ આજે મળેલી કારોબારીની બેઠકમાં જિલ્લા લેવલે સમિતિઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને આગામી સમયમાં રાજ્યમાં સરપંચ એસોસિયેશન મોટી સંખ્યામાં કાર્યરત થશે.

રવિવારે મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ગ્રામ પંચાયતમાં વહીવટી અને ટેક્નિકલી જગ્યાઓ ખાલી છે, તેને તાત્કાલિક અસરથી ભરવામાં આવે, સરપંચને ગામના મતદારો સુધી ચૂંટણી દ્વારા થતા હોય છે. ત્યારે સભ્યો દ્વારા આવી સ્વાસ્થ્ય દરખાસ્ત લઇ આવવામાં આવતી હોય છે. તેને રદ કરવામાં આવે, રાજ્યમાં ચૂંટાયેલા તમામ પદાધિકારીઓને માનદવેતન આપવામાં આવતું હોય છે, ત્યારે સરપંચને પણ માનદવેતન આપવામાં આવવું જોઈએ. એટીવીટી અને આયોજન મંડળની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 લાખ આપવામાં આવે, પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 1 લાખ સુધીનો ખર્ચ કરવાની સત્તા સરપંચને આપવામાં આવવી જોઈએ.

જ્યારે લોક પ્રતિનિધિ તરીકે તમામ સરકારી કચેરીઓમાં સરપંચને માન સન્માન જળવાવું જોઈએ. આ બાબતની આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્યના તમામ સરપંચનું એક મહાસંમેલન બોલાવીને સરપંચના અવાજને સચિવાલય સુધી પહોંચાડવામાં આવશે.

Intro:હેડલાઈન) સરપંચને ગામના મતદારો ચૂંટે છે તો દૂર કરવાની સત્તા ગ્રામસભાને હોવી જોઈએ : સરપંચ એસોસિયેશન

ગાંધીનગર,

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સરપંચ એસોસિયેશન દ્વારા પોતાની માગણીઓને લઈને સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના સરપંચો દ્વારા સરકાર સામે બાયો ચઢાવવામાં આવી રહી છે. ત્યારે આજે રવિવારે ગાંધીનગર શહેરમાં સરપંચ એસોસીએશનની કારોબારીની મીટીંગ મળી હતી. જામનગરના સરપંચ બાબુભાઈ વાગડીયાએ કહ્યું કે, ગામમાં સરપંચને મતદારો મતદાન દ્વારા ચૂંટી કાઢે છે ત્યારે તેને દૂર કરવાની સત્તા પણ ગ્રામસભામાં હોવી જોઈએ. સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવે છે તે પ્રમાણે ના હોવું જોઈએ.Body:રાજ્યના ધારાસભ્યો દ્વારા અવારનવાર પગાર વધારવાની માંગ કરવામાં આવે છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એક થઈને પગાર વધારો કરી દેતા હોય છે. ત્યારે રાજ્યના સરપંચો દ્વારા છેલ્લા બે વર્ષથી પગાર સહિતની માંગ કરવામાં આવી રહી છે. આજે રવિવારે ગાંધીનગર શહેરમાં જન અધિકાર સંઘના નેજા હેઠળ સરપંચ એસોસીએશનની કારોબારીની વરણી, આગામી સમયમાં સરકાર સામેની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી. સરપંચ એસોસિયેશન દ્વારા આગામી સમયમાં રાજ્યના તમામ સરપંચોને એક મંચ ઉપર લાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.Conclusion:જામનગરના બાબુભાઈ વાગડિયાએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સરપંચ એસોસિએશન પોતાને માગણીઓને લઈને આગળ આવી રહી છે થોડા સમય પહેલા જ ગાંધીનગર પાસે અડાલજમાં રાજ્યનું સૌથી મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારે સત્તાની રૂએ સંમેલન થવા દીધું ન હતું પરંતુ આજે મળેલી કારોબારીની બેઠકમાં જિલ્લા લેવલ એ સમિતિઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇને આગામી સમયમાં રાજ્યમાં સરપંચ એસોસિયેશન મોટી સંખ્યામાં કાર્યરત થશે

આજે મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ગ્રામ પંચાયત માં વહીવટી અને ટેક્નિકલી જગ્યાઓ ખાલી છે તેને તાત્કાલિક અસરથી ભરવામાં આવે, સરપંચને ગામના મતદારો સુધી ચૂંટણી દ્વારા થતા હોય છે. ત્યારે સભ્યો દ્વારા આવી સ્વાસ્થ્ય દરખાસ્ત લાવવામાં આવતી હોય છે તેને રદ કરવામાં આવે, રાજ્યમાં ચૂંટાયેલા તમામ પદાધિકારીઓને માનદવેતન આપવામાં આવતું હોય છે, ત્યારે સરપંચ ને પણ માનદ વેતન આપવામાં આવવું જોઈએ. એટીવીટી અને આયોજન મંડળની ગ્રાન્ટમાંથી રૂપિયા એક લાખ આપવામાં આવે, પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા એક લાખ સુધીનો ખર્ચ કરવાની સત્તા સરપંચને આપવામાં આવવી જોઈએ. જ્યારે લોક પ્રતિનિધિ તરીકે તમામ સરકારી કચેરીઓમાં સરપંચને માન સન્માન જળવાવું જોઈએ. આ બાબતની આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્યના તમામ સરપંચનું એક મહાસંમેલન બોલાવીને સરપંચના અવાજને સચિવાલય સુધી પહોંચાડવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.