ગાંધીનગરઃ કૉંગ્રેસ પ્રવક્તા હિંમાશુ પટેલે સરદાર વલ્લભભાઈ અને કૉંગ્રેસ વચ્ચેના ગાઢ સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો. 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી હતી. અમદાવાદમાં પ્રથમ કોર્પોરેશન બની તેના કોંગ્રેસ પક્ષના પ્રથમ મેયર પણ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા હતા. તેમણે છેલ્લા શ્વાસ સુધી સમગ્ર જીવન કૉંગ્રેસને સમર્પિત કર્યુ હતું. સરદાર પટેલની તુલના વિશ્વના કોઈ રાજકીય નેતા સાથે થઈ શકે નહીં, કારણ કે તેમનું વ્યક્તિગત કે પારિવારીક જીવન પણ દેશ સેવાને સમપ્રિત હતું. તેઓ આઈડોલોજિકલી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. અમે સરદાર પટેલથી પ્રભાવિત થઈને નાનપણથી કૉંગ્રેસ સાથે જોડાયા છીએ.
વ્યકિતગત પ્રસિદ્ધિ માટે મનાઈ ફરમાવીઃ હિમાંશુ પટેલે સરદાર પટેલને વ્યક્તિગત પ્રસિદ્ધિની મનાઈ કરી હોવાનું જણાવ્યું હતું. સરદાર પટેલે કૉંગ્રેસના તત્કાલીન નેતા અને કાર્યકરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, મારા મૃત્યુ બાદ મારા નામનું સ્મારક બનાવીને સરકારી જગ્યાનો બગાડ કરવો નહીં. સરકારી નાણાંનો ઉપયોગ મારા નામની પ્રસિદ્ધિ કરવા માટે કરતાં નહીં તેવી તેમની ઈચ્છા હતી. આજે અનેક પક્ષો સરદાર પટેલનું નામ વટાવીને પોતાનો પ્રચાર કરતી જોવા મળે છે. અમને તો આનંદ છે કે કૉંગ્રેસના એક નેતાના નામનો ઉપયોગ અન્ય પાર્ટીઓ કરી રહી છે.
સરદાર પટેલે કૉંગ્રેસના તત્કાલીન નેતા અને કાર્યકરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, મારા મૃત્યુ બાદ મારા નામનું સ્મારક બનાવીને સરકારી જગ્યાનો બગાડ કરવો નહીં. સરકારી નાણાંનો ઉપયોગ મારા નામની પ્રસિદ્ધિ કરવા માટે કરતાં નહીં તેવી તેમની ઈચ્છા હતી...હિમાંશુ પટેલ(પ્રવક્તા, કૉંગ્રેસ)
સરદારના વિચારો આગળ વધે તે જરુરીઃ રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ઈટીવી ભારતને સરદાર સાહેબના વિચારોને મહત્વ આપવાનું જણાવ્યું હતું. કોઈપણ પક્ષે સરકારમાં સરદારના નામનો નહિ પરંતુ વિચારોનું અમલીકરણ કરવું જોઈએ. સરદાર પટેલે હંમેશા દેશ એક થાય તેના પર ભાર મુક્યો હતો. તેમણે કોઈપણ જાતનું તુભાજપષ્ટિકરણ કર્યુ નહતું. તેઓ હિન્દુ અને મુસ્લિમ બંનેને સલાહ આપતા હતા. તેમનામાં વાસ્તવિકતા(સાચી વાત) કહેવાની હિંમત હતી. તેમણે હૈદરાબાદના નિઝામ હોય કે જૂનાગઢના નવાબ, બંનેને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. આજના સમયમાં સત્તા પ્રાપ્ત કરવા કે સત્તા જાળવી રાખવા કરતા સરદારોના વિચારોને આગળ વધારવાની જરુર છે.
સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દુ અને મુસ્લિમ બંનેને સલાહ આપતા હતા. તેમનામાં વાસ્તવિકતા(સાચી વાત) કહેવાની હિંમત હતી...જયવંત પંડ્યા(રાજકીય વિશ્લેષક)
ભાજપે કંઈ કહેવાનું ટાળ્યુંઃ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેને સરદાર પટેલ વિશે નિવેદન આપવાનું કહેતા તેમણે ઋત્વિજ પટેલ નિવેદન આપશે તેમ જણાવ્યું હતું. ઈટીવી ભારતે ઋત્વિજ પટેલનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી. ઋત્વિજ પટેલ થોડીવાર બાદ નિવેદન આપીશ તેમ જણાવ્યું હતું. જો કે ઋત્વિજ પટેલે 2 કલાક બાદ પણ કોઈ નિવેદન આપ્યું નહતું. આમ ભાજપ પ્રવક્તાઓએ સરદાર પટેલ વિશે નિવેદન આપવાનું ટાળ્યું હતું.