સમગ્ર રાજ્યમાં પરિક્ષાઓને લઇને ખૂબ જ સમસ્યાઓ જોવા મળતી હોય છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેળા કરવામાં આવતા હોય છે ત્ચારે ગાંધીનગર શહેરમાં આવેલી સમપર્ણ આર્ટ્સ કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને પોતાના સપના સાકાર કરવા માટે શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે પરંતુ પરિક્ષાના એક દિવસ પહેલા આ વિદ્યાર્થીઓ રિસિપ્ટ મેળવવા ફાફા મારી રહ્યા છે. કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા 150 વિદ્યાર્થીઓને ઓછી હાજરીનું બહાનું બતાવીને રિસિપ્ટ આપવામાં આવી રહી નથી ત્યારે હાલ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રશાસનને રજૂઆત કરતા તેમના દ્વારા રુપિયાની માગણી કરવામાં આવી હતી અને 700 રુપિયા આપવામાં આવે તો જ રિસિપ્ટ આપી શકે તેવા બહાનાઓ બતાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. ત્યારે આટલી તો સમગ્ર વર્ષની પણ નથી. જો અમારી હાજરી 70% થી ઓછી હોય અને અમે 700 રૂપિયા આપી દઈએ તો કેવી રીતે અમને પરીક્ષામાં બેસવા દેવામાં આવે તે એક મોટો વિષય છે. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ખ-7 સર્કલ પાસે દેખાવો કર્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બીજી તરફ આ બાબતે કોલેજના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની કોઇ જ પ્રતિક્રિયા જોવા મળી ન હતી.