ETV Bharat / state

ગાંધીનગર શહેર મહાસંઘ દ્વારા ડસ્ટબિન બાબતે રજૂઆત - Gujarati News

ગાંધીનગર વાસીઓ માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા કરાયેલી માંગણી સંતોષવામાં આવી નથી. જેથી શહેર વસાહત મહાસંઘ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને જિલ્લા પ્રભારી કૌશિક પટેલને 31 જુલાઈના રોજ આવેદનપત્ર આપશે. શહેર વસાહત મહાસંઘ અને કોર્પોરેશન આમને સામને આવી ગયું છે, ત્યારે હવે આ વાત સરકાર સમક્ષ પણ પહોંચશે. લોકલાગણી અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે શહેર વસાહત મહાસંઘે તૈયારીઓ કરી છે.

ગાંધીનગર શહેર મહાસંઘ દ્વારા ડસ્ટબિન બાબતે નીતિન પટેલને રજૂઆત કરવામાં આવશે

author img

By

Published : Aug 27, 2021, 1:59 PM IST

  • વસાહત મહાસંઘ દ્વારા ડસ્ટબીનની કરાઇ માગ
  • કોર્પોરેશન અને મહાસંઘ આમને સામને આવતા સરકાર સમક્ષ માંગણી મુકાશે
  • 1 સપ્ટેમ્બરથી જનતા આંદોલન વસાહત મહાસનાઘની ચીમકી

ગાંધીનગર: શહેર વસાહત મહાસંઘ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકામાં ડોર ટુ ડોર સેક્ટરોમાં લોકો માટે ભીનો, સુકો કચરો અલગ-અલગ કરવા ડસ્ટબીનની માંગણી કરવામાં આવી છે. શહેરના વસાહતીઓની લોકલાગણી અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે શહેર વસાહત મહાસંઘે તૈયારીઓ કરી છે.

આ પણ વાંચો: GMC અને વસાહત મહાસંઘ ભીના-સૂકા કચરા અને ડસ્ટબિન મામલે સામસામે આવી ગયાં

કમિશનર કયા પ્રકારની જીદ્દ લઈને બેઠા છે એ ખબર નથી પડતી

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું કે, અમારી માંગણીઓ સંતોષવામાં આવી નથી. જેથી અમારી માગ છે કે, શહેરીજનો ત્યારે જ સુકો અને ભીનો કચરો અલગ કરે જ્યારે તેના માટે બે ડસ્ટબિન આપવામાં આવે કમિશનર આ કયા પ્રકારની જીદ્દ લઈને બેઠા છે એ નથી ખબર પડતી. વસાહત મહાસનાઘનું કહેવું છે કે, અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 1 સપ્ટેમ્બરથી જનતા આંદોલન પણ કરીશું. જુદા-જુદા સેકટરોમાં તેને લઈને સભા ભરીશું, સત્યાગ્રહ છાવણીમાં પણ લોકોને ભેગા કરી માગ સંતોષવાનો પ્રયત્ન કરીશું, તેવું શહેર વસાહત મહાસંઘનું કહેવું છે.

ગાંધીનગર શહેર મહાસંઘ દ્વારા ડસ્ટબિન બાબતે નીતિન પટેલને રજૂઆત કરવામાં આવશે

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આપવામાં આવ્યો ડેમો

ડસ્ટબિન મામલે રાજકિય નેતાઓ પણ જોડાયા

ડસ્ટબિન આપવા જોઈએ આ માંગણીને લઇને પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યો અને અત્યારના હાલના કાર્યરત સ્થાનિક, રાજકીય આગેવાનો પણ આ સમર્થનમાં જોડાયા છે. તેમાં રાજકીય આગેવાનો જોડાતા રાજકીય રંગ પણ તેમાં ભર્યો છે. જોકે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે આની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે જોડાયેલા કોર્પોરેશન ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂકેલા ઉમેદવારો પણ અભિયાનમાં ઝંપલાવી શકે છે પરંતુ આ પ્રજાનું અભિયાન છે તેવું મહાસંઘનું કહેવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.