ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં આસ્થાનો પ્રતિકેવુ આધા સુધી અંબાજી માતાનું મંદિર છે અને લોકો દુનિયાના ખૂણે ખૂણે થી માં અંબા ના દર્શન કરવા માટે આવે છે. મોહનથાળનો પ્રસાદ લઈને પોતાના સગા સંબંધીઓને આપીને માતાજીના દર્શનનો લાવો પણ આપે છે. પરંતુ, હવે અંબાજી ટ્રસ્ટ દ્વારા મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ અપાશે, કોંગ્રેસે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કાર્યાલય મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કરનારા 2 ફરાર આરોપી ઝડપાયા
ચાવડાનું નિવેદનઃ કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, હિન્દુ અને હિન્દુત્વના નામે મત લઈને બેઠેલી આ ભાજપ સરકાર આસ્થા સાથે ભાવનાઓ સાથે રમત રમી રહી છે. અંબાજી ખાતે આખા વિશ્વના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. પોતાના શીશ જુકાવતા હોય છે. સારી રીતે મોહનથાળ લઈને પોતાના ઘર પરિવારને વિશ્વના ખૂણે ખૂણે માતાના આશીર્વાદ પહોંચાડતા હોય છે. પરંતુ આ છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવી રહી છે. અચાનક સરકારમાં બેઠેલા સરકારને શું સુજ્યું કે, મોહનથાળનો પ્રસાદ બદલીને ચીકીનો પ્રસાદ કરી દેવામાં આવ્યો છે.
ચીક્કીનો કોન્ટ્રાકટઃ અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, જે રીતે દેશના એરપોર્ટો અને રેલવે સ્ટેશન અને એક સંસ્થાઓને, અથવા પોતાના મિત્રોને પધરાવી દીધી છે તેવી જ રીતે કદાચ મોહન થાળના બદલે ચીકી પ્રસાદમાં રાખવાનો કોન્ટ્રાક્ટર મિત્રોને કંપનીને આપ્યો તો નથી? તેવા પણ પ્રશ્નો અમિત ચાવડાએ કર્યા હતા.
આ પણ વાંચોઃ Covid-19 Case Update: રાજ્યમાંથી કોરોનાના 51 કેસ સામે આવ્યા, 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ
ઉગ્ર વિરોધઃ અમિત ચાવડાએ એ ચીમકી ઉચારતા જણાવ્યું હતું કે ગુજરાત દેશ અને વિશ્વના કરોડો લોકોને શ્રદ્ધાળુઓ ની શ્રદ્ધાનેદુઃખ થયું છે, વર્ષોથી જે પ્રસાદ મળતો હતો તે બંધ કરવાનું કારણ શું છે ? તેવુ લોકોની લાગણી અને આક્રોશ વચ્ચ આજે વિધાનસભા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજૂઆત કરી છે. જ્યારે કોઈપણ સંજોગોમાં મોહનથાળનો પ્રસાદ બંધ ના થવો જોઈએ એ લોકોની શ્રદ્ધા, આસ્થા છે, તેથી આવું કોઈ પણ નિર્ણય કરશે તો આવનારા સમયમાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી અમિત ચાવડાએ ઉચ્ચારી હતી.