ગાંધીનગર: IPCની કલમો સામાન્ય લોકો માટે સમજવી અઘરી હોય છે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના પ્રોફેસર આનંદ કુમાર ત્રિપાઠીએ આઈપીસીની કુલ 511 જેટલી ધારાઓને ચોપાઈમાં તૈયાર કરી છે. જેના તેમણે કોપીરાઈટ પણ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાની વૈશ્વિક મહામારી પહેલા જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ભારત દેશનો કાયદા કાનૂન ખૂબ અઘરું છે ત્યારે કાયદાનું સરળ ભાષામાં હોવું જોઈએ આજ સૂચનને પ્રોફેસરે મનમાં ગાંઠ મારી અને બનાવી નાખી મહત્વના 551 જેટલા કાયદાઓની ચોપાઈ.
કોણ છે કાયદાને ચોપાઈમાં ફેરવનાર પ્રોફેસર: રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ લો અંતર્ગત સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરીટીમાં ડૉક્ટર આનંદકુમાર ત્રિપાઠી ફરજ બજાવી રહ્યા છે, કાયદાને ચોપાઈ અને છંદમાં તૈયાર કરનાર ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા મનમાં વિચાર આવ્યો કે ભારત દેશમાં જે કાયદાઓ તૈયાર કરવામાં આવ્યું છે. વિધાયક મંત્રાલય દ્વારા આ કાનૂન તૈયાર કરવામાં આવ્યું છે તેને સમાન્ય નાગરિકો દ્વારા સમજવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ વસ્તુને સામાન્ય વ્યક્તિ સવારથી સરળ ભાષામાં સમજી શકે તે માટે મેં આ એક પ્રયત્ન કર્યો છે. કોરોનાની મહામારી દરમિયાન આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને lockdownમાં સમયનો ઉપયોગ સારી રીતે થઈ શકે તેને ધ્યાનમાં લઈને જ આ વિષય ઉપર મેં કામકાજ શરૂ કર્યું હતું.
કાયદાને ચોપાઈમાં ફેરવવા લયાત્મક જરૂરી: આનંદ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મેં તમામ કાયદાને નાના-નાના છંદ અને ચોપાઈમાં લખવાનો શરૂઆત કરી. લોકોને સરળતાથી સમજવા માટે કાયદાને લયાત્મકતા, શ્રેણીબદ્ધતામાં પ્રસ્તુત કરવાનું હતું. આમ વકીલ, જજ, પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ટ્રેનિંગ સ્કૂલના કોઈપણ અધિકારી તેઓને કાયદાની જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આઇપીસીમાં કુલ કેટલા ચેપ્ટર છે કેટલી ધારાઓ છે IPC કોના વિશે વાત કરે છે. આઈપીસીની કુલ 511 જેટલી ધારાઓ કે જે ખૂબ મહત્વની અને મોટી છે તે તમામ ધારાઓનું સંકલન કરીને ચોપાઈ અને છંદમાં તૈયાર કરવામાં આવ્યા છે.
હનુમાન ચાલીસાના રાગમાં તૈયાર કરાઈ: સમગ્ર દેશમાં જે રીતે હનુમાન ચાલીસાનો જાપ કરવામાં આવે છે તે જ શૈલીમાં 511 જેટલી આઇપીસીની ધારાઓને રાખવામાં આવી છે અને આ બાબતનો પુરાવો પણ પ્રોફેસર આનંદકુમાર ત્રિપાઠીએ ETV ભારત સાથે શેર કર્યો છે જેમાં તેઓ અલગ અલગ ધારાઓ અને કલમોનું ચોપાઈના રાગમાં હનુમાન ચાલીસાના રાગમાં 511 જેટલી ધરાઓ જ્ઞાન આપે છે. જ્યારે આવનારા દિવસોમાં દરેક કલમ પર એક એક વીડિયો એપિસોડ પણ તૈયાર કરવાનું આયોજન છે. જેમાં દંડ સહિતની કલમો ને ચોપાઈમાં રાખવામાં આવશે અને લોકોને દંડ કેટલો અને સજા કેટલી તે વિષયનું પણ જ્ઞાન મળી શકશે.
IPC ચોપાઈમાં કોપી રાઈટ લેવામાં આવ્યું: આનંદકુમાર ત્રિપાઠી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે ખાસ લોની કામગીરી તૈયાર કરી છે તે બાબતે મેં કોપી રાઈટ પણ લઈ લીધું છે જેથી કોઈપણ વ્યક્તિ કોપી કરી શકે નહીં જ્યારે મારો મુખ્ય ધ્યેય સમાજના તમામ લોકો કાયદાનું જ્ઞાન મળી રહે તે અર્થે જ આ તૈયાર કરવામાં આવ્યું છે.