ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા અને મુખ્ય સચિવ તરીકે પંકજકુમારને આઠ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. આજે બંને અધિકારીઓ નિવૃત થયા છે. અત્યાર સુધી રાજકુમાર ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ પદે ફરજ બજાવી રહ્યાં હતા. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગની જવાબદારી પણ રાજ કુમાર સંભાળી ચુક્યા છે.
નવા નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને ઊંચાઈ મળશે: પૂર્વ મુખ્યસચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમાર જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં બહોળો કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેઓને મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે રાજકુમારના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને ખૂબ ઊંચાઈ મળશે. જ્યારે પોતાના અનુભવ વ્યક્ત કરતા પંકજ કુમારે જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન જે કોઈપણ તક મળી તે તમામ તકોને સારી રીતે દૂર કરીને વિકાસની નવી ઊંચાઈ સર કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સીટીઝન સેન્ટ્રીક જે મારા હાર્દમાં હતા અને તેવા તમામ આયામોને પ્રસ્થાપિત કર્યા છે.
આ પણ વાંચો: In Charge DGP of Gujarat વિકાસ સહાય હવે ગુજરાતના ઈન્ચાર્જ DGP, ટૂંક સમયમાં નવું નામ થશે જાહેર
ગુજરાતની આવક ડબલ કરવાનો લક્ષ્યાંક: નવા મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને આભાર માનવા માંગુ છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂકીને આ મને જવાબદારી આપી છે. તેમના માર્ગદર્શનનો લાભ લઈને રાજ્યના વિકાસમાં વધુ ગતિ થાય તે માટે મારો પ્રયત્ન રહેશે. રાજ્યની જીએસડીપીને આવતા 5 વર્ષમાં ડબલ કરવાનું છે. આજે રાજ્યની GSDP 250 મિલિયન ડોલરની છે. તે આવનારા 5 વર્ષમાં 500 મિલિયન સુધી સુધી લઈ જવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો: AMC Budget: AMC નું વર્ષ 2023-24નું બજેટ રજૂ, પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો
ભ્રષ્ટાચારને રોકવા માટે ટ્રાન્સપરન્સી: રાજકુમાર પાંડેયને વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા બાબતની જે ઘટના બની તેને લઈને અમે સમયસર નિર્ણય કરીને પરીક્ષા મૌકૂફ રાખી અને અત્યારે એટીએસની ટીમ પણ ખાસ તપાસ કરી રહી છે અને ક્યાં ઉણપ રહી ગઈ હતી તેનું પણ તપાસ કરી રહી છે. અને એ દૂર કરીને કોઈ પણ જાતની સમસ્યા વગર પરીક્ષા યોજાય તે માટેનો પ્રયાસ છે. ઉપરાંત સમયસર પરીક્ષા યોજાયા બાદ એ પરિણામ આવે તે રીતની અમારી કામગીરી રહેશે જ્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ટ્રાન્સપરન્સી અને ટ્રાન્સપરન્સી લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકાઉન્ટન્સી ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે.