આરટીઓ અધિકારીની નજર સામે જ નિયમોની ઐસીતૈસી કરીને PUC સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. જેને લઇને ETV ભારત દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા PUC સંચાલકનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. જ્યારે તેના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
ગાંધીનગર આરટીઓની સામે આવેલા રાજ પીયુસી સેન્ટર દ્વારા નિયમોની ઐસીતૈસી કરીને પ્રમાણપત્ર આપવામાં આવતું હતું. જેને લઇને ETVના અહેવાલ બાદ ગાંધીનગર ઇન્ચાર્જ એ.આર.ટી.ઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ એઆરટીઓ દિવ્યેશ પટેલે કહ્યું કે, મીડિયામાં સમાચાર આવ્યા બાદ 12 સપ્ટેમ્બરના રોજ તેને નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં જૂની તારીખમાં PUC પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતા ગુરુવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.