ETV Bharat / state

Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી( Monsoon Gujarat 2022)પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનને અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરીને કામગીરી ઝડપી કરવાની સૂચના આપી છે. છેલ્લા 24 કલાકની વિગતો સામે આવી હતી તે અંતર્ગત વધુ 14 નાગરિકના ભારે વરસાદના કારણે મૃત્યુ થયા છે.

Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ
Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ
author img

By

Published : Jul 13, 2022, 2:23 PM IST

Updated : Jul 13, 2022, 7:00 PM IST

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ ( Monsoon Gujarat 2022)પડી રહ્યો છે, ત્યારે ગઈકાલે આઠ જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવસારી, છોટાઉદેપુર જેવા અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરીને સર્વેની કામગીરી ઝડપી કરવાની સૂચના પણ જિલ્લા કલેકટરોને આપવામાં આવી છે. આજે રાજ્યના આપત્તિ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં છેલ્લા 24 કલાકની વિગતો સામે આવી હતી તે અંતર્ગત વધુ 14 નાગરિકના ભારે વરસાદના કારણે મૃત્યુ (Rains kill people in Gujarat)થયા છે. જ્યારે વધુ 575 લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે, જ્યારે આવનારા 24 કલાકમાં જૂનાગઢ, સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદ

575 લોકોના રેસ્ક્યુ - ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદ (monsoon 2022 in gujarat )વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો અને અનેક લોકો ભારે વરસાદના કારણે વિસ્તારમાં ફસાયા હતા ત્યારે એનડીઆરએફ અને એસબીઆરએફ દ્વારા 575 લોકોની સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ જિલ્લા અને નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 31,035 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાંથી 9941 લોકો પાણી ઉતરતા ઘરે પરત ફર્યા છે જ્યારે હજુ પણ 21000 જેટલા સ્થળાંતરો કરેલા નાગરિકોને સુરક્ષિત (Gujarat Rain News)સ્થાન પર રાખવામાં આવ્યા છે.

વધુ 14 લોકોના મોત, કુલ મૃત્યુ 83 થયા - રાજેન્દ્ર ત્રિવેદીએ ભારે વરસાદના(Gujarat Rain Update)કારણે નાગરિકોના મોત બાબતના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 14 લોકોને મૃત્યું થયા છે જેમાં બે નાગરિકોના વીજળી પડવાથી નવ લોકોના પાણીના વહેણમાં ડૂબી જવાથી અને બે લોકોના ઝાડ પડવાથી મૃત્યુ થયા છે. આમ સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 83 જેટલા માનવ મૃત્યુ નોંધાયા છે જ્યારે 481 જેટલા પશુઓના મૃત્યુ પણ નોંધાયા છે.

ઝૂંપડાઓ અને ઘરોને નુકશાન - રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ગરીબોના ઝૂંપડા અને નાના ઘરો નુકસાન થયું છે. આ બાબતની વિગત આપતા ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 19 જેટલા ઝૂંપડાઓ સો ટકા સંપૂર્ણપણે નાશ થયા છે જ્યારે 101 જેટલા મકાનોને નુકસાન નોંધાયું છે જે રાજ્ય સરકાર દ્વારા આ તમામ નુકસાનીનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક ધોરણે કેસટોલ અને સહાયની ચુકવણી પણ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજેન્દ્ર ત્રિવેદી એ કરી હતી.

આ પણ વાંચોઃ ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'

40 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ - ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી જવાની ફરિયાદ પણ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 769 જેટલા ગામમાં ભારે વરસાદના કારણે વીજળી કુલ હતી. જેમાં 729 ગામોમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હજી 40 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો યથાવત થઈ શક્યો નથી જે આજે સાંજ સુધીમાં થઈ જશે તેવી બાહેનધરી પણ રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.

સરોવરમાં નવા નીરનું આગમન - રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક ડેમમાં અને સરોવરમાં પાણી આવ્યું છે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો રાજ્યમાં રહેલા વરસાદના કારણે રાજ્યના મહત્વના 207 ઝડપયો યોજનાઓમાં 46 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે જેમાં રાજ્યની જીવાતો થી સમાજ સરદાર સરોવર ડેમમાં 1,60,363 MCFT પાણી નો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો જળસંગ ગુજરાતના ડેમમાં થયો છે જેમાં વધુ વિગત સાથે માહિતી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે 21 જળાશયોમાં 100 ટકાથી વધુ થયો છે, 30 જળાશયોમાં 70 ટકા થી 100 ટકા જેટલો જળસંગ્રહ, 27 જળાશયોમાં 50% થી 70% નો સંગ્રહ, 51 જળાશયોમાં 25ટકાથી 50ટકા સુધીનો જળસંગ્રહ અને 77 જળશયો માં 25ટકા કરતા ઓછો જળ સંગ્રહ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયો મધ્ય ગુજરાતના 17 દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 41 જળાશયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

એસટીના 124 રૂટ બંધ - ગુજરાત રાજ્યમાં એસટી વિભાગની 14000 ટ્રીપમાંથી ભારે વરસાદના કારણે 124 જેટલા રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રસ્તાઓની વાત કરવામાં આવે તો 483 જેટલા પંચાયતના રસ્તાઓ એક કામ જેટલા સ્ટેટ હાઇવે સાથે કુલ 537 જેટલા રસ્તાઓ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.

Last Updated : Jul 13, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.