ETV Bharat / state

સમગ્ર ગુજરાતમાં માવઠું, ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિ - ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ખોખરા-હાટકેસવર-સી ટી એમ-અમરાઈવાડી -વસ્ત્રાલ-રામોલ-વટવા-ઈશનપુર-નારોલ-બાપુનગર -રખિયાલ -નરોડા-મેમ્કો-ઓઢવ-કાલુપુર-સારંગપુર-રાયપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. સાબરકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. જેથી મગફળી પકવનારા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. વરસાદ યથાવત રહે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે. સરકાર દ્વારા ઠોસ સહાયની ખેડૂતોને જરૂરિયાત છે. સમગ્ર જિલ્લામાં મોડી રાતથી સવાર સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના પગલે પશુઓના ઘાસચારાનો પણ અભાવ સર્જાશે. બીજી તરફ મગફળીનો ઘાસચારો બગડવાની પૂર્ણ સંભાવના છે.

rain
author img

By

Published : Oct 30, 2019, 8:35 AM IST

અરવલ્લીમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદથી જિલ્લા માં કપાસ, સોયાબીન અને મગફળીના પાકને વ્યાપક નુકશાન થયું છે. પંચમહાલના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગોધરા, હાલોલ, કાલોલ વિસ્તારમાં ધીમીધારે વરસાદ થયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદ થયો હતો. આ માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. આણંદમાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ થયો હતો. ભારે પવનને લઇ જિલ્લાના અનેક તાલુકાઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દિવાળીના તહેવારોમાં વાતાવરણનો પલટો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ધર્મજ ખાતેના મેળામાં ભારે પવનની અસરથી વ્યાવસાયિકોને નુકશાન થયું હતું. સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ થયો હતો. વઢવાણ, જોરાવરનગર મૂળીમાં ધોધમાર વરસાદી ઝાપટું પવન સાથે ખાબક્યું હતું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાજ ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિ છે.

ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળીના ચમકારા તેમજ વાદળોના ગડગડાટ સાથે વરસાદ થયો હતો. નડિયાદ, મહુધા, ડાકોર, મહેમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. પાટણમાં અચાનક વાતાવસરણમાં પલ્ટો આવતા કમોસમી ઝરમર વરસાદ થયો હતો. જેથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ છે. છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. મહિસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી બાલાસિનોરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. નર્મદા જિલ્લામાં અચાનક વાતાવસરણમાં પલ્ટો થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ છે. જૂનાગઢમાં અટકી અટકીને મધ્યમ વરસાદ પડ્યો હતો. ક્યાર વાવાઝોડાની અસરથી છેલ્લા બે દિવસથી જૂનાગઢમા વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે જૂનાગઢ શહેરમાં વરસાદનુ આગમન થયું હતું. વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતા બેવડાઇ જવાની પણ ભીતિ છે.

વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડાના ગામોમાં મોડી સાંજે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ભારે વરસાદ થયો હતો. ડાંગરના ઉભા પાકને નુકશાનની દહેશત વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વડોદરા શહેરમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ થયો હતો. શહેરના છાણી, નિઝામપુરા, ફતેહગંજ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા જાહેર માર્ગો પર લોકો અટવાયા હતાં. સુરતના ઓલપાડ અને સાયણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પાછોતરા વરસાદને લઇને ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઝાલોદ અને લીંબડી પંથકમાં કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને નુકસાન થયાની ખેડૂતોને ચિંતા છે. જામનગર પથકમાં કડાકા-ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં લાલપુર, ધ્રોલમાં ભારે વરસાદ, જામનગર શહેરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યાં હતાં.

Intro:Body:

rain

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.