ETV Bharat / state

દેવેન્દ્રસિંહ ચાવડાને લાગી લોટરી, ડેપ્યૂટી મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી - GMC

ગાંધીનગર: મહાપાલિકામાં મેયર, ડેપ્યૂટી મેયરની વરણી બાદ હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. આજે ગુરૂવારે સ્થાયી સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વોર્ડ એકના કાઉન્સીલર અને 5 વર્ષની મુદતમાં પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યૂટી ચેરમેન તરીકે હોદ્દો સંભાળનાર દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડાને આગામી અઢી વર્ષની ટર્મ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે દેવેન્દ્રસિંહ ચાવડા અને લોટરી લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે.

વીડિયો
author img

By

Published : May 2, 2019, 2:33 PM IST

Updated : May 2, 2019, 7:52 PM IST

માહિતી મુજબ, ગાંધીનગર મહાપાલિકામાં મેયર અને ડેપ્યૂટી મેયર માટેની ચૂંટણી ગત 5 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. જેમાં વિપક્ષના ધમાલ વચ્ચે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. તે દરમિયાન જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપાલિકામાં મલાઈદાર ગણાતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવા માટે ભાજપના કાઉન્સીલરોમાં હોડ લાગી હતી. કોર્પોરેટર દ્વારા પોતપોતાની રીતે ગોડફાધરના શરણે જવામાં આવતું હતું.

ત્યારે આ સસ્પેન્સ વચ્ચે બુધવારે ગાંધીનગર મહાપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

દેવેન્દ્રસિંહ ચાવડાને લાગી લોટરી

દેવેન્દ્રસિંહ ચાવડા પાંચ વર્ષની ટીમમાં પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યૂટી મેયર તરીકે કામગીરી કરી છે. ત્યારબાદ તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરાતા તેમણે ગાંધીનગરના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.

દેવેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં થોડા સમયથી વિકાસ અવરોધાયો હતો. આગામી અઢી વર્ષ દરમિયાન નાગરિકોને સમસ્યાના થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પાટનગરના નાગરિકોને પ્રથમ પાણી અને ગટરની સુવિધા પૂરી પડાશે.

જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે, આગામી સમયમાં મહાપાલિકામાં ભાજપ દ્વારા દંડક, નેતા અને ઉપનેતાની વરણી કરવામાં આવશે. મહાપાલિકામાં છેલ્લા સાડા સાત વર્ષથી દંડકની જગ્યા ભાજપ દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે આ બાબતે પણ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે અને નિમણૂક કરાશે.

Intro:હેડિંગ) દેવેન્દ્રસિંહ ચાવડાને લોટરી લાગી, ડેપ્યુટી મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વરણી

ગાંધીનગર,

ગાંધીનગર મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી બાદ હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. આજે ગુરુવારે સ્થાયી સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વોર્ડ એકના કાઉન્સીલર અને પાંચ વર્ષની મુદતમાં પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યુટી ચેરમેન તરીકે હોદ્દો સંભાળનાર દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડાને આગામી અઢી વર્ષની ટર્મ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે દેવેન્દ્રસિંહ ચાવડા અને લોટરી લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે.

Body:ગાંધીનગર મહાપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર માટેની ચૂંટણી ગત 5 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. જેમાં વિપક્ષના ધમાલ વચ્ચે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. તે દરમિયાન જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપાલિકામાં મલાઈદાર ગણાતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવા માટે ભાજપના કાઉન્સીલરોમાં હોડ લાગી હતી. કોર્પોરેટર દ્વારા પોતપોતાની રીતે ગોડ ફાધરના શરણે જવામાં આવતું હતું. ત્યારે આ સસ્પેન્સ વચ્ચે આજે બુધવારે ગાંધીનગર મહાપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ ચંદન ચંદનસિંહ ચાવડાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Conclusion:દેવેન્દ્રસિંહ ચાવડા પાંચ વર્ષની ટીમમાં પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યુટી મેયર તરીકે કામગીરી કરી છે. ત્યારબાદ તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરાતા તેમણે ગાંધીનગરના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં થોડા સમયથી વિકાસ અવરોધાયો હતો. આગામી અઢી વર્ષ દરમિયાન નાગરિકોને સમસ્યાના થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પાટનગરના નાગરિકોને પ્રથમ પાણી અને ગટરની સુવિધા પૂરી પડાશે.

જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે આગામી સમયમાં મહાપાલિકામાં ભાજપ દ્વારા દંડક, નેતા અને ઉપનેતાની વરણી કરવામાં આવશે. મહાપાલિકામાં છેલ્લા સાડા સાત વર્ષથી દંડકની જગ્યા ભાજપ દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે આ બાબતે પણ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે અને નિમણુંક કરી દેવાશે.
Last Updated : May 2, 2019, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.