અરજદાર હાર્દિક રણછોડભાઈ પટેલે કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, આંબલી ખાતે સરકારે 1948માં સરકારી જમીન ઠાકોરોને ખેડવા માટે આપી હતી. આ દરમિયાન જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને વીલ બનાવી દેવામાં આવ્યાં હતાં.
ખેડૂતોના મૃત્યુબાદ વીલને લઈને સરકારી ખાતાઓમાં એન્ટ્રીઓ કરાવી જમીન જૂની શરતોમાં ફેરવાઈ હતી. આ હકીકતની જાણ થતાં તાત્કાલિક કલેક્ટરે જૂની શરતમાં જમીન ફેરવવાનો નિર્ણય રદ કર્યો હતો. ત્યાં સુધી કે કોર્પોરેશને પણ સરકારી જમીનમાં ઉભા કરાયેલા બંગલાઓ તોડી નાખીને કબજો મેળવવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાજકીય દબાણને કારણે કોઈ પગલા ભરાયાં ન હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ જાહેરહીતની અરજીમાં અરજદારે ગુજરાત સરકાર, અમદાવાદ જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર, ઔડા, ઉપરાંત બાબુ જમનાદાસ પટેલ, ચિત્રક શાહ અને રમેશ પટેલ સહિત 8 વયક્તિ પક્ષકાર તરીકે જોડયા હતા