નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવી છે. જેને લઇને તે નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
તેને લઇને અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 કલાકે આગમન થશે. જેમાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે, ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લઇ અને ત્યાર બાદ સવારે 8 કલાકે કેવડિયા ખાતે પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.