ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા ટિકીટને લઈને ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. તે સમયે પ્રજાપતિ સમાજ (Prajapati Community in Gujarat) દ્વારા ભાજપ પક્ષમાંથી 10થી 12 જેટલી ટિકીટની માગ કરવામાં આવી હતી. સાથે જ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ ટિકીટ માગી હતી. ત્યારે ભાજપે સમાજના એક પણ આગેવાનને ટિકીટ ન આપતા સમાજ હવે ભાજપને (Prajapati Community in Gujarat) ટેકો નહીં આપે.
હવે પ્રજાપતિ સમાજ સત્તા પરિવર્તન કરશે આ અંગે પ્રજાપતિ સમાજના આગેવાન વિજય પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં એક જ નિર્ણય લેવાયો છે કે, આગામી સમયમાં ભાજપને 100 બેઠક પર પ્રજાપતિ સમાજ બતાવશે કે, સત્તા પરિવર્તન કઈ રીતે થઈ શકે છે. આજ સુધી સરકારને એવું લાગતું હતું કે, આ ગધેડાઓ અમારી ભેગા છે, પરંતુ હવે આ ગધેડાઓ ઘોડા બની ગયા છે. હવે અમે ગધેડા થવા માગતા નથી. અમારે આગેવાનો છે ભાજપના બની બેસેલા છે. તે ભલે તેમની પાસે રહે, પરંતુ અમારા યુવાનોમાં (Prajapati Community in Gujarat) તાકાત છે કે, રાજકારણ કઈ રીતે બદલવું તે અમે બદલાઈને બતાવી (Prajapati Community in Gujarat annoyed with BJP ) દઈશું.
આ બેઠક પર સમાજનો મહત્વનો રોલ મહત્વનું છે કે, રાજ્યની 50 બેઠકો એવી હતી કે, ફક્ત 3,000 મતથી જ હાર જીત નક્કી થઈ હતી. તેવી બેઠકો ઉપર પ્રજાપતિ સમાજ મહત્વનો રોલ ભજવશે.
કૉંગ્રેસ અને આપના ઉમેદવારને ટેકો આપીશું પ્રજાપતિ સમાજના (Prajapati Community in Gujarat) આગેવાન પરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, પ્રજાપતિ સમાજના (Prajapati Community in Gujarat) ઉમેદવારો જે વિધાનસભા બેઠકમાં છે. તેવા ઉમેદવારોને પ્રજાપતિ સમાજ ટેકો કરશે. હવે હાલના સમયમાં કયા પક્ષે ટિકીટ આપી છે અને કયા પક્ષે ટિકીટ આપી નથી. તે ગૌણ છે, પરંતુ હવે આ ઉમેદવારોને કઈ રીતે જીતાડવા તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી.
AAP અને કૉંગ્રેસે આપી ટિકીટ તેમણે ઉમેર્યું હતું કે, સમાજના જે આગેવાનો છે. તેમણે નક્કી કર્યું છે કે, આટલા વર્ષ અમે કંઈ જ કરી શક્યા નથી. ત્યારે હવે યુવાઓને પ્રજાપતિ સમાજની જવાબદારી સોંપવામાં (Prajapati Community in Gujarat) આવશે. આમ, કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય કે અપક્ષમાંથી પ્રજાપતિ સમાજના કોઈ ચૂંટણીમાં (Gujarat Election 2022) ઉમેદવાર હોય તેવા ઉમેદવારોને સમાજ ટેકો આપશે અને જીતાડવામાં મદદ કરશે. જ્યારે ભાજપ પક્ષે પ્રજાપતિ સમાજના એક પણ વ્યક્તિને ટિકીટ આપી નથી, પરંતુ કૉંગ્રેસે કતારગામ વિધાનસભા બેઠક પરથી અલ્પેશ પ્રજાપતિ અને આમ આદમી પાર્ટીએ એવી ટિકીટ ફાળવી છે.
55 લાખની વસ્તી આ ઉપરાંત પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ વધુમાં (Gujarat Election 2022) જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રજાપતિ સમાજની 55 લાખ વસ્તી વસવાટ કરે છે અને ગુજરાતમાં વસ્તી પ્રમાણે ચોથો નબરનું સ્થાન ધરાવે છે. જોકે, છેલ્લા 75 વર્ષમાં કૉંગ્રેસ પક્ષે માત્ર 1 ટિકીટ અને ભાજપ પક્ષે 2 ટિકીટ ફાળવી છે. હાલ રાજ્યમાં 182 સીટોમાંથી 42 સીટો પર પ્રજાપતિ સમાજના લોકો પ્રભુત્ત્વ ધરાવે છે, તેમ છતાંય રાજકીય પક્ષો હમેશા પ્રજાપતિ સમાજને (Prajapati Community in Gujarat) અન્યાય કરીને ઉમેદવારને ટિકીટ આપતા નથી.
40 વધુ બેઠકો પર વર્ચસ્વ પ્રજાપતિ સમાજના આગેવાન વાઘજી પ્રજાપતિએ વધુમાં નિવેદન (Gujarat Election 2022) આપ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની 182 જેટલી બેઠકોમાંથી 40થી વધુ બેઠક ઉપર પ્રજાપતિ સમાજ નિર્ણાયક રહ્યું છે. તે કોઈ પણ પક્ષને હાલવા અથવા તો જીતવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે ગુજરાતમાં પ્રજાપતિ સમાજની (Prajapati Community in Gujarat) કુલ 55 લાખ વસ્તી છે.