ETV Bharat / state

PM Modi Gujarat Visit : PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ પ્રવાસની વિગત... - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. PM મોદી ગુજરાત પ્રવાસ અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી, મહિલા સંમેલન અને 5200 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

PM Modi Gujarat tour
PM Modi Gujarat tour
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 8:34 PM IST

PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ પ્રવાસની વિગત...

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બાદ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં રહેશે. આ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી, મહિલા સંમેલન અને 5200 કરોડના લોકાર્પણના કામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

PM મોદીનો ગુજરાત પ્રવાસ : રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે નિવેદન આપ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભામાં સર્વ સંમતિથી 33 % મહિલા અનામત બિલ રાજકીય ક્ષેત્રે પસાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ ઉપર આવશે ત્યારે અમદાવાદ અને વડોદરા ખાતે ખાસ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓને સંબોધન કરશે અને બિલ બાબતની જાણકારી આપશે. ઉપરાંત મહિલાઓનું ભવિષ્ય કેવું છે તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓને સંબોધન કરશે.

5200 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. ત્યારે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રુ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રુ.4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું તેના 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. -- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન, રાજ્ય સરકાર)

સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ : વડાપ્રધાન મોદી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રુ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત રુ. 1426 કરોડના કામોનું લોકાર્પણ અને રુ. 3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં 9088 નવીન વર્ગખંડો, 50300 સ્માર્ટ કલાસરૂમ, 19,600 કોમ્પ્યુટર લેબ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

વિલેજ વાઇફાઇ સુવિધા : વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રુ. 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રુ. 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રુ. 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રુ. 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દાહોદમાં FM રેડિયો સ્ટુડિયો : દાહોદ ખાતે રુ. 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ રુ. 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દાહોદમાં રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ થનાર 10 કિલો વોટના એફએમ રેડિયો સ્ટુડિયો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ખાતમુહૂર્ત કરશે. દાહોદમાં એક કોમ્યુનિટી રેડિયો બાદ આ બીજું કેન્દ્ર થશે. દાહોદ ખાતે શરૂ થનાર 10 કિલોવોટ એફએમ સ્ટેશન લગભગ 55 કિ.મી. ત્રિજ્યા વિસ્તારોને કવરેજ કરે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આદિવાસી જિલ્લા દાહોદનો લગભગ 75 ટકા વિસ્તાર કવરેજ હેઠળ આવનાર છે.

  1. Vibrant Gujarat Summit : કેમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી રહી
  2. PM Modi Gujarat Visit : પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે કરોડોની લાગતના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.