ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. પહેલા દિવસે ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ સીધા ગાંધીનગર પોતાની માતાને પહોંચવા માટે નીકળ્યા હતા. ગાંધીનગરના રાયસન વિસ્તારમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબા રહે છે. દિલ્હીથી આવ્યા બાદ અને અમદાવાદમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પોતાની માતાને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, જ્યારે પણ કોઈ મોટા કાર્યક્રમમાં તેઓ આવે ત્યારે એમનો માતાને મળવાનો કાર્યક્રમ નક્કી હોતો નથી.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ અટલ ફૂટઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું, આવી છે એની ખાસિયતો
રાત્રી રોકાણ રાજભવન: મોદી રાત્રીરોકાણ રાજભવનમાં કરવાના છે. આ ઉપરાંત તે માતા સાથે ભોજન પણ કરી શકે છે. આ પહેલા પણ તેઓ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે માતા સાથે બેસીને ભોજન લીધું હતું. એવું પણ બની શકે છે કે, તેઓ પોતાના ભાવતા ભોજન ખીચડી જમવા માટે માતા પાસે ગયા હોય. જોકે, હાલ તે કેટલો સમય અહીં પસાર કરશે એ નક્કી નથી. આ પહેલા જ્યારે હીરાબાનો જન્મદિવસ હતો ત્યારે તેઓ હીરાબાને મળવા માટે આવ્યા હતા. તારીખ 18 જૂનના રોજ તેઓ પોતાની માતાને મળવા માટે ગયા હતા.