ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે દિવસ દરમિયાન રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી તરફ, ગુરુવારે મોડી રાત્રે PMએ ગાંધીનગરના રાજભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર મંત્રી પરિષદ હાજર રહ્યા હતા.
-
📣#SemiconIndia2023 will be inaugurated by Hon'ble Prime Minister of India @narendramodi at
— India Semiconductor Mission (@Semicon_India) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
MahatmaMandir, #Gandhinagar, #Gujarat.
Watch all its proceedings #LIVE at :
▶️https://t.co/zVXfTg89Mh#NewIndia #IndiaTechade @PMOIndia @AshwiniVaishnaw @Rajeev_GoI @CMOGuj pic.twitter.com/FPJt0mYS18
">📣#SemiconIndia2023 will be inaugurated by Hon'ble Prime Minister of India @narendramodi at
— India Semiconductor Mission (@Semicon_India) July 27, 2023
MahatmaMandir, #Gandhinagar, #Gujarat.
Watch all its proceedings #LIVE at :
▶️https://t.co/zVXfTg89Mh#NewIndia #IndiaTechade @PMOIndia @AshwiniVaishnaw @Rajeev_GoI @CMOGuj pic.twitter.com/FPJt0mYS18📣#SemiconIndia2023 will be inaugurated by Hon'ble Prime Minister of India @narendramodi at
— India Semiconductor Mission (@Semicon_India) July 27, 2023
MahatmaMandir, #Gandhinagar, #Gujarat.
Watch all its proceedings #LIVE at :
▶️https://t.co/zVXfTg89Mh#NewIndia #IndiaTechade @PMOIndia @AshwiniVaishnaw @Rajeev_GoI @CMOGuj pic.twitter.com/FPJt0mYS18
સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત પ્રદર્શનનું ઉદઘાટન: રાજભવન ખાતે પીએમ મોદી સાથેની બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ વડાપ્રધાનને પોતપોતાના વિભાગો દ્વારા કરવામાં આવતા મોટા કામો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે મંત્રીઓએ મુખ્ય યોજનાઓ, પ્રોજેક્ટ્સ અને ભાવિ યોજનાઓની વિગતો શેર કરી હતી. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત પ્રદર્શનનું ઉદઘાટન કરશે.
સેમીકોન ઇન્ડિયા 2023: આ પરિષદનો વિષય 'ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરણ' છે. તેનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓનાં વૈશ્વિક નેતાઓને એકમંચ પર લાવવાનો છે. તે ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ પ્રદર્શિત કરે છે, જે ભારતને સેમીકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરે છે. સેમીકોન ઇન્ડિયા 2023માં માઇક્રોન ટેકનોલોજી, એપ્લાઇડ મટિરિયલ્સ, ફોક્સકોન, સેમિ, કેડન્સ, એએમડી જેવી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.
સરકાર-સંગઠનના પ્રધાનો સાથે ભોજન: મળેલી માહિતી અનુસાર પીએમ મોદી ગુજરાત સરકારના અને પાર્ટીના સંગઠનના પ્રધાનો સાથે ભોજન કરશે. ગુજરાત સરકારના પ્રધાનો પોતાની કામગીરીને લઈને ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીના સંગઠન પ્રધાનોએ પણ કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે તેમની કામગીરી અંગે પણ માહિતી લેશે અને માર્ગદર્શન પૂરું પડશે.